Get The App

ગાબા ટેસ્ટ ડ્રો થતાં WTC પોઈન્ટ ટેબલમાં હલચલ, હવે આ છે ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ગાબા ટેસ્ટ ડ્રો થતાં WTC પોઈન્ટ ટેબલમાં હલચલ, હવે આ છે ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ 1 - image


WTC Points Table update : હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે યોજાયી હતી. પાંચમા દિવસે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. જેથી કરીને મેચ રદ કરવામાં આવી હતી. અને જેથી ત્રીજી મેચ ડ્રો રહી હતી. ભારતને મેચ જીતવા માટે 275 રનનું લક્ષ્ય મળ્યું હતું. ત્રણ ટેસ્ટ મેચ બાદ બંને ટીમ સીરિઝમાં 1-1થી બરાબરી પર છે. મેચ ડ્રો થયા બાદ પણ ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની આશા હજુ પણ અકબંધ છે.

WTC પોઈન્ટ ટેબલમાં ભારત પાસે કેટલા પોઈન્ટ?

ત્રીજી ટેસ્ટ મેચ રદ થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા છે. ICCના નિયમો અનુસાર મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને સમાન પોઈન્ટ મળે છે. જો કે આ મેચ બાદ WTC પોઈન્ટ ટેબલમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ભારતીય ટીમ હજુ પણ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને દક્ષિણ આફ્રિકા પહેલા સ્થાને છે. ગાબા ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે 106 પોઈન્ટ છે અને ભારતીય ટીમ પાસે 114 પોઈન્ટ છે.

આ પણ વાંચો : IND vs AUS : વરસાદને કારણે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, મેન ઓફ ધી મેચ ટ્રેવિસ હેડ

શું ભારત ફાઈનલમાં પહોંચી જશે?

હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 2 ટેસ્ટ મેચ બાકી છે. જો ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાના દમ પર પહોંચવા માંગે તો ટીમે આગામી બે ટેસ્ટ મેચ જીતવી પડશે. સીરિઝ 3-1થી જીતીને ભારતીય ટીમને ફાઈનલની ટિકિટ મળી જશે. પરંતુ જો સીરિઝ 2-2ના પરિણામ સાથે સમાપ્ત થશે તો ભારતીય ટીમની નજર આગામી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી ટેસ્ટ સીરિઝ પર રહેશે. જેમાં ભારતીય ટીમ ઈચ્છશે કે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં હરાવી દે.ગાબા ટેસ્ટ ડ્રો થતાં WTC પોઈન્ટ ટેબલમાં હલચલ, હવે આ છે ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ 2 - image



Google NewsGoogle News