World Cup 2023 : ટ્રેન્ટ બોલ્ટે મેળવી મોટી સિદ્ધિ, વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બન્યો

ટ્રેન્ટ બોલ્ટે તેના વર્લ્ડ કપ કરિયરમાં અત્યાર સુધી 22 મેડન ઓવર ફેંકી છે

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ટ્રેન્ટ બોલ્ટે મેળવી મોટી સિદ્ધિ, વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બન્યો 1 - image
Image:IANS

World Cup 2023 NZ vs SL : ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ODI World Cup 2023ની 41મી મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે આ 'કરો યા મારો' સ્થિતિની મેચની શાનદાર શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી પોતાની ટીમને એક શાનદાર શરૂઆત અપાવી હતી. આ સાથે જ બોલ્ટ વર્લ્ડ કપ મેચો(Trent Boult Completed His 50 Wickets In ODI World Cup)માં 50 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.

50 વિકેટ લેનાર પહેલો કિવી બોલર

ટ્રેન્ટ બોલ્ડ ન્યૂઝીલેન્ડ ટીમ માટે વર્ષોથી એક મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર રહ્યો છે. તે નવા બોલ સાથે વિપક્ષી ટીમના બેટ્સમેનો માટે મોટો ખતરો સાબિત થાય છે. કંઇક આવું જ શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં પણ જોવા મળ્યું છે. ટ્રેન્ટ બોલ્ટે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી હતી. આ વિકેટો સાથે બોલ્ટે વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ બોલ્ટે વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બની ગયો છે.

બોલ્ટના નામે 52 વિકેટ

બોલ્ટે વર્લ્ડ કપમાં કુલ 28 મેચ રમી છે, જેમાં તેણે 24.17ની એવરેજ અને 4.83ના ઈકોનોમી રેટથી કુલ 52 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક ઇનિંગ્સમાં 5 વિકેટ પણ ઝડપી છે, જ્યારે તેણે 3 ઇનિંગ્સમાં 4-4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. બોલ્ટે તેના વર્લ્ડ કપ કરિયરમાં અત્યાર સુધી 22 મેડન ઓવર ફેંકી છે.

World Cup 2023 : ટ્રેન્ટ બોલ્ટે મેળવી મોટી સિદ્ધિ, વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બન્યો 2 - image


Google NewsGoogle News