Get The App

Video: વાનખેડે સ્ટેડિયમમાં લાગ્યા 'સારા સારા'ના નારા, કોહલીએ શુભમનને જોઇને કર્યો ઈશારો

મુંબઈમાં કાલે ટીમ ઇન્ડિયાએ તેની સાતમી વર્લ્ડ કપ મેચ રમી હતી, જેમાં સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે પહોંચી હતી

આ મેચમાં શુભમન ગિલ 8 રનથી સેન્ચુરી ચુકી ગયા હતા, જેના પર સારાનું રીએક્શન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
Video: વાનખેડે સ્ટેડિયમમાં લાગ્યા 'સારા સારા'ના નારા, કોહલીએ શુભમનને જોઇને કર્યો ઈશારો 1 - image


IND VS SL: ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમે એક પછી એક તમામ 6 મેચ જીતી છે. અને તેની સાતમી મેચમાં તે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં શ્રીલંકા સામે આવી છે. જેમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ મેચ દરમ્યાન ક્રિકેટ ફેન્સ સારા-સારાના નારા લગાવી રહ્યા હતા, પણ વિરાટ કોહલીએ શુભમન ગિલને ચિયર કરવા કહ્યું હતું. 


ગિલની બેટિંગ પર સારાનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ

શુભમન ગિલ અને સારા તેંડુલકરના રિલેશનની ચર્ચાઓ જગજાહેર છે. પરંતુ આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે, તેણે ભારત vs શ્રીલંકા વચ્ચેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ પોતાની વિકેટ વહેલી તકે આપી દીધી હતી, ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે કમાન સંભાળી હતી. શુભમન ગિલ વર્લ્ડ કપમાં તેની પ્રથમ સદી ફટકારવાની નજીક હતો ત્યારે તે ખરાબ શોટનો શિકાર બન્યો હતો. જે બાદ સારા તેંડુલકરનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ગિલ 8 રનથી સેન્ચુરી ચુકી ગયા

ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ પૂરી કરી હતી, આ ઇનિંગમાં 11 ફોર અને 2 શાનદાર સિક્સ પણ જોવા મળી હતી. ગિલ રન બનાવતાની સાથે જ સ્ટેડિયમમાં હાજર સારા તેંડુલકર જોરથી તાળીઓ પાડતી જોવા મળી હતી. પરંતુ ગિલ તેની સેન્ચુરીથી માત્ર 8 રન દૂર રહ્યો હતો, જેના કારણે સારા તેંડુલકર નિરાશ દેખાઈ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ છે. જેમાં તે વિકેટ બાદ રીએક્શન આપતી જોવા મળી હતી. જોકે, બાદમાં સારાએ પણ ઉભા થઈને તેની શાનદાર ઈનિંગને બિરદાવી હતી.

તાજેતરની ઇવેન્ટમાં જ બંને સાથ જોવા મળ્યા હતા 

શુભમન ગિલ અને સારા તેંડુલકર તાજેતરમાં સાથે જોવા મળ્યા હતા. મેચ પહેલા શુભમન અને સારા મુંબઈમાં 'Jio વર્લ્ડ પ્લાઝા'ના લોન્ચિંગ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝામાં ઈવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ કેમેરામેનને જોઈને બંને ત્યાં જ રોકાઈ ગયા અને અલગ-અલગ બહાર આવી ગયા.

Video: વાનખેડે સ્ટેડિયમમાં લાગ્યા 'સારા સારા'ના નારા, કોહલીએ શુભમનને જોઇને કર્યો ઈશારો 2 - image



Google NewsGoogle News