Get The App

બાંગ્લાદેશે T20 વર્લ્ડકપની યજમાની ગુમાવી, ICCએ હવે આ દેશમાં મેચ રમાડવાનો કર્યો નિર્ણય

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશે T20 વર્લ્ડકપની યજમાની ગુમાવી, ICCએ હવે આ દેશમાં મેચ રમાડવાનો કર્યો નિર્ણય 1 - image


Women’s T20 World Cup 2024 : ભારતના પડોશી દેશ બાંગ્લાદેશે હિંસાના કારણે મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ-2024ની યજમાની ગુમાવવાની વારો આવ્યો છે. ICCએ દેશમાં ચાલી રહેલી હિંસા અને રાજકીય ઉથલપાથલને કારણે વર્લ્ડકપની મેચો યુએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ ન ઉઠાવ્યો વાંધો

ક્રિકબજના અહેવાલો મુજબ, આઈસીસી મેમ્બર્સોની એક બેઠકમાં મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ને બાંગ્લાદેશથી UAEમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌથી મોટી વાત એ છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને પણ આમાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચો : ક્રિકેટના ઈતિહાસનો સૌથી કમનસીબ બોલર! ત્રણ દિગ્ગજોના કેચ બાફ્યા અને ત્રણેયે ફટકારી બેવડી સદી

ICCની ભારતમાં વર્લ્ડકપ રમાડવાની ઈચ્છા હતી

આ પહેલા આઈસીસીએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સમક્ષ ભારતમાં વર્લ્ડકપ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે બીસીસીઆઈએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. બીસીસીઆઈએ કહ્યું હતું કે, હાલ વરસાદનો સમય છે તેમજ આગામી વર્ષે ભારત જ મહિલા વન-ડે વિશ્વકપની યજમાની કરવાનું છે, તેથી આવી સ્થિતિમાં અમે કોઈને પણ એવો ખોટો સંદેશ આપવા માંગતા નથી કે, અમે સતત બે વિશ્વકપની યજમાની કરવા ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, હાલ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી આંદોલનના કારણે હિંસા અને રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. દેશ હાલ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ જ કારણે આઈસીસીએ બાંગ્લાદેશના બદલે અન્ય દેશને યજમાની સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ત્રેવડી સદી ફટકારનારા આ ક્રિકેટરને ટીમ ઇન્ડિયા ભૂલી ગઈ, હવે તેણે ફરી ફટકારી T20 સેન્ચ્યુરી


Google NewsGoogle News