Get The App

T20 વર્લ્ડ કપથી બહાર થઈ ભારતીય ટીમ! રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે થઈ હાર

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપથી બહાર થઈ ભારતીય ટીમ! રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે થઈ હાર 1 - image


India vs Australia Women Match : રવિવારે (13 ઓક્ટોબર) મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને જીતવા માટે 14 રનની જરૂર હતી, પરંતુ તે સ્કોર કરી શકી ન હતી. આ રીતે કરો યા મરો મેચમાં ભારતીય ટીમને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. આ હાર સાથે ભારતીય ટીમ હવે બહાર થવાના આરે છે.



મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌર 54 રન બનાવી અણનમ રહી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી ના શકી. આ સિવાય દીપ્તિ શર્માએ 29 રન બનાવ્યા. જ્યારે શેફાલી વર્માએ 20 રન બનાવ્યા. આ સિવાય કોઈ સારું પ્રદર્શન ન કરી શક્યું.

મેચ માટે ટીમમાં આ પ્રકારના થયા ફેરફાર

આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલી ઈજાના કારણે રમી ના શકી. તેમની જગ્યાએ ટીમની કમાન તાહિલા મૈક્ગ્રાને સોંપાઈ. ભારતીય પ્લેઈંગ 11માં પણ એક ફેરફાર થયો. પૂજા વસ્ત્રાકરની વાપસી થઈ. આ માટે સજીવન સજનાને બહાર કરાઈ.

મેચમાં બંને ટીમોની પ્લેઈંગ 11

ભારતીય ટીમ : શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રેડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, આશા શોભના અને રેણુકા ઠાકુર સિંહ.

ઓસ્ટ્રેલિયન ટીમ : બેથ મૂની (વિકેટકીપર), ગ્રેસ હેરિસ, એલિસ પેરી, એશલે ગાર્ડનર, ફીબી લીચફીલ્ડ, તાહિલા મૈક્ગ્રા (કેપ્ટન), જોર્જિયા વેયરહમ, એનાબેલ સદરલેન્ડ, સોફી મોલિનક્સ, મેગન શટ અને ડાર્સી બ્રાઉન.
Cricket

Google NewsGoogle News