World Cup 2023 : AUS vs SA - વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 134 રને હરાવ્યું

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
World Cup 2023 :  AUS vs SA - વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 134 રને હરાવ્યું 1 - image


Australia vs South Africa World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 40.5 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. 

ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મેચનો સંપૂર્ણ સ્કોર જોવા અહીં ક્લિક કરો

END OF OVER 50 : 311/7

END OF OVER 45 : 272/5

માર્કરમની સતત બીજી ફિફ્ટી

એડન માર્કરમે વધુ એક શાનદાર ઈનિંગ રમતા 43 બોલમાં 56 રન બનાવ્યા છે. આ તેની વર્લ્ડ કપમાં સતત બીજી ફિફ્ટી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે સૌથી ઝડપી સદી ફટકારી હતી.

END OF OVER 40 : 232/3

END OF OVER 35 : 197/3

ડી કોક પેવેલિયન પરત ફર્યો

સાઉથ આફ્રિકાને 35મી ઓવરમાં 197ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. મેક્સવેલે ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડી કોકે 106 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

ડી કોકની સદી

સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 90 બોલમાં સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે 100 રનની ઇનિંગ રમી હતી. ડી કોકે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. આ તેની ODI કારકિર્દીની 19મી સદી હતી. 

END OF OVER 30 : 171/2

END OF OVER 25 : 136/1

END OF OVER 20 : 108/1

સાઉથ આફ્રિકાનો સ્કોર 100 રનને પાર

ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર શરુઆત કરતા વિના વિકેટે સ્કોર 100 રનને પાર થયો છે આ સાથે જ ઓપનર ક્વિન્ટન ડી કોકે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે.

END OF OVER 15 : 80/0

END OF OVER 10 : 53/0

END OF OVER 5 : 19/0

સાઉથ આફ્રિકાએ બેટિંગ શરૂ કરી

સાઉથ આફ્રિકાની બેટિંગ શરુ થઈ છે. કેપ્ટન ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગની શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બોલિંગની શરુઆત કરી છે.

બંને ટીમોનો વનડેમાં હેડ ટૂ હેડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 વનડે મેચ રમાઈ છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 54 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 50 મેચ જીતી છે. આ આંકડા જોતા સાફ થઇ જાય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે રહી છે. જો કે ODI World Cupની મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પર હાવી રહી છે. બંને ટીમો વચ્ચે ODI World Cupમાં 6 વખત ટક્કર થઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને દક્ષિણ આફ્રિકાએ બે મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ થઈ ગઈ છે. ODI World Cup 2023માં દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં ODI World Cupના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને ટીમ ત્રણ બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમને તેની પ્રથમ મેચમાં ભારત સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 :  AUS vs SA - વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 134 રને હરાવ્યું 2 - image

World Cup 2023 :  AUS vs SA - વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 134 રને હરાવ્યું 3 - image


Google NewsGoogle News