Get The App

'ભારત વગર ચેમ્પિયન્સ ટ્રૉફી સંભવ નહીં...', ICCએ પાકિસ્તાનને રોકડું પકડાવ્યું

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
'ભારત વગર ચેમ્પિયન્સ ટ્રૉફી સંભવ નહીં...', ICCએ પાકિસ્તાનને રોકડું પકડાવ્યું 1 - image

ICC Champions Trophy 2025 : પાકિસ્તાન 29 વર્ષ બાદ કોઈ ICC ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. પરંતુ હવે આ ઈવેન્ટને લઈને ઘણાં વિવાદો ઊભા થઇ રહ્યા છે. કારણ કે ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે.

ICCએ પાકિસ્તાનને કરી હાઇબ્રિડ મોડલની ઓફર   

આ પછી ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને હાઇબ્રિડ મોડલની ઓફર કરી હતી. પરંતુ PCBએ તેનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં રમશે કે નહીં અને જો રમશે તો તેની મેચો ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. બીજી તરફ ICCએ ભારત વિરુદ્ધ નિવેદન આપવા બદલ પાકિસ્તાનને ઠપકો આપ્યો છે.

ભારત વિરુદ્ધ નિવેદનો આપવાની કરાઈ મનાઈ

એક અહેવાલ અનુસાર, ICC આ ટુર્નામેન્ટને લઈને PCB સાથે સતત વાતચીત કરી રહ્યું છે. ICCએ ફરી એકવાર PCBને હાઇબ્રિડ મોડલ અનુસાર ટુર્નામેન્ટ યોજાવાની ઓફર કરી છે. આટલું જ નહીં ICCએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ભારતીય ટીમ વિના કોઈપણ ICC ટુર્નામેન્ટ શક્ય નથી. આ સિવાય ICCએ PCBને ભારત વિરુદ્ધ નિવેદનો આપવાની મનાઈ કરી છે.'

ભારત છેલ્લે પાકિસ્તાન ક્યારે રમવા માટે ગયું?

ભારતીય ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર છેલ્લા 16 વર્ષથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સીરિઝ વર્ષ 2012-13માં રમાઈ હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ICC ટુર્નામેન્ટમાં જ રમાઈ હતી. ભારતીય ટીમે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2008માં એશિયા કપ દરમિયાન પાકિસ્તાનમાં રમી હતી. આ સિવાય પાકિસ્તાને છેલ્લે વર્ષ 1996માં વનડે વર્લ્ડકપની યજમાની કરી હતી.

આ પણ વાંચો : IND vs AUS: ઑસ્ટ્રેલિયાએ ભારત માટે જાળ પાથરી! પર્થની પિચની પહેલી તસવીરથી વધી ચિંતા

ટૂંક સમયમાં ટુર્નામેન્ટનું શિડ્યૂલ જાહેર થશે

PCB સાથે વાતચીત કર્યા બાદ ICC ટૂંક સમયમાં ટુર્નામેન્ટનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. જેને લઈને જુદા જુદા અહેવાલો સામે આવી રહ્યા છે. PCB દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ શિડ્યૂલમાં ભારતીય ટીમની તમામ મેચ લાહોરમાં યોજાવાની હતી. પરંતુ હવે તેમાં ફેરફાર થઇ શકે છે.

'ભારત વગર ચેમ્પિયન્સ ટ્રૉફી સંભવ નહીં...', ICCએ પાકિસ્તાનને રોકડું પકડાવ્યું 2 - image


Google NewsGoogle News