Get The App

હાર્દિક પંડ્યાએ છૂટાછેડાની અફવાઓ વચ્ચે મુશ્કેલ સમય વિશે કરી ભાવુક વાત, કહ્યું- 'જીવનમાં ઘણીવાર...'

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડ્યાએ છૂટાછેડાની અફવાઓ વચ્ચે મુશ્કેલ સમય વિશે કરી ભાવુક વાત, કહ્યું- 'જીવનમાં ઘણીવાર...' 1 - image

ICC T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, હાર્દિક અને નતાશાએ આ મામલે હજુ ખુલીને પ્રતિક્રિયા આપી નથી. આ સાથે જ હાર્દિક ટી20 વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા ગયા છે. આ દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ કહ્યું, 'હું માનું છું કે આપણે સંઘર્ષમાં રહેવું જોઈએ, ઘણીવાર જીવન એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં ઘણી બાબતો મુશ્કેલ હોય છે, પરંતુ હું માનું છું કે જો તમે મેદાન છોડી દો છો, તો તમે જે ઇચ્છો છો તે તમને મળશે નહીં, અથવા તમે જે પરિણામો શોધી રહ્યાં છો તે તમને મળશે નહીં.'

હું આમાંથી પણ બહાર આવીશ: હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ વધુમાં જણવ્યું હતું કે, 'મારા માટે મુશ્કેલ હતું, મેં તે જ દિનચર્યાઓને અનુસરવાનો પ્રયાસ કર્યો છે જે હું પહેલાથી જ અનુસરી રહ્યો છું, આવી વસ્તુઓ બનતી રહે છે અને ખરાબ સમય આ એવા તબક્કાઓ છે જે આવે છે.તે ઠીક છે. હું ઘણી વખત આમાંથી પસાર થયો છું અને હું આમાંથી પણ બહાર આવીશ.' નોંધનીય છે કે, બાંગ્લાદેશ સામેની વોર્મ અપ મેચમાં હાર્દિકે ફરી એકવાર પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકે 23 બોલમાં 40 રનની અણનમ ઈનિંગ રમી હતી.

નતાશાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

હાર્દિક અને નતાશાના છૂટાછેડા ચર્ચાઓ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જો કે, બીજા ફોટોએ ફેન્સને આશ્ચર્યમાં કરી દીધા છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર નતાશાએ એક ખાસ ઈમોજીસ સાથે બે ફોટા શેર કર્યા છે, જેમાં તેમણે પહેલા ફોટોમાં તે લિફ્ટમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જેમા તે વ્હાઇટ ટોપ અને ડેનિમ પહેરેલ જોવા મળી રહી છે. જ્યારે તેણે બીજા ફોટામાં ઈસુ અને એક છોકરી ચાલતા જઈ રહ્યા છે તેવો ફોટો શેર કર્યો છે. 


Google NewsGoogle News