Get The App

VIDEO : વિદાય મેચ પહેલા દ્રવિડે કોહલીના ખરાબ ફૉર્મ પર હસીને આપ્યો જવાબ, ફાઈનલનો મેગા પ્લાન પણ કહ્યો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
VIDEO : વિદાય મેચ પહેલા દ્રવિડે કોહલીના ખરાબ ફૉર્મ પર હસીને આપ્યો જવાબ, ફાઈનલનો મેગા પ્લાન પણ કહ્યો 1 - image


T20 World Cup 2024 IND vs SA Final Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલે (29 જૂન) ટી20 વર્લ્ડકપ-2024ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ બારબાડોસ સિટીના બ્રિજટાઉન સ્થિત કેંસિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે. રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની પણ આ છેલ્લી મેચ છે, ત્યારબાદ ભારતીય ટીમના કોચ બદલાઈ જશે. વિદાય મેચ પહેલા રાહુલ દ્રવિડે ફાઈનલ અંગે મોટું નિવેદન આપ્યું છે. દ્રવિડે વિરાટ કોહલી (Virat Kohli)ના ખરાબ ફોર્મ પર હસીને જવાબ આપ્યો છે. આ ઉપરાંત તેમણે ફાઈનલ માટે ભારતનો મેગા પ્લાન પણ જણાવ્યો છે.

આફ્રિકાની ટીમ ફોર્મમાં, તેમની પાસે પણ શ્રેષ્ઠ ખેલાડીઓ : દ્રવિડ

આવતીકાલની ફાઈનલ મેચ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડની કોચ પદ છોડી દેશે. દ્રવિડે સાઉથ આફ્રિકા વિરુદ્ધના મુકાબલો પહેલા કહ્યું કે, ‘રિલેક્સ રહો, જે મોમેન્ટ છે, તેમાં રહો... બહુ આગળ વિચારવાની જરૂર નથી અને બહુ પાછળ પણ વિચારવાની જરૂર નથી. માત્ર પ્લાન પર ચાલવાનો પ્રયાસ કરો. તમારે માત્ર સારુ ક્રિકેટ રમવાની જરૂર છે. બીજી ટીમ (સાઉથ આફ્રિકા) પણ શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેમની પાસે પણ શ્રેષ્ઠ ખેલાડીઓ છે. હું માત્ર એટલું ઈચ્છું છું કે, ટીમ એન્જોય કરે.’

રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અંગે શું કહ્યું?

ભારતે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવી ફાઈનલમાં પહોંચ્યા બાદ દ્રવિડે કોહલી અંગે કહ્યું કે, ‘તમે જાણો છો કે, વિરાટ મામલે એવી વાત છે કે, જ્યારે તમે થોડું વધુ જોખમી ક્રિકેટ રમો છો, તો ઘણીવાર એવું થાય છે કે, કેટલીક બાબતો સફળ થતી નથી.’ દ્રવિડે હસીને કહ્યું કે, ‘તેઓ (કોહલી) સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ લાંબી ઈનિંગ રમવાના હકદાર છે. તેમની આવી ઈનિંગ ફાઈનલ મેચમાં જોવા મળી શકે છે.’

વન-ડેમાં આફ્રિકા, તો ટી20માં ભારતનો દબદબો

  • ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) વચ્ચે અત્યાર સુધીમાં કુલ 91 વન-ડે મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 40, તો આફ્રિકાએ 51 મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચના પરિણામ આવ્યા નથી.
  • ટી20 મેચની વાત કરીએ, તો બંને દેશોએ કુલ 26 મેચ રમી છે, જેમાંથી ભારતે 14, આફ્રિકાએ 11 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.
  • બંને દેશો વચ્ચે રમાયેલી કુલ 44 ટેસ્ટ મેચમાંથી ભારતે 16, તો આફ્રિકાએ 18 મેચ જીતી છે. જ્યારે 10 ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે.

બંને દેશોની સંભવિત પ્લેઈંગ-11 ટીમ

  • ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ
  • સાઉથ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્કિયા અને તબરેઈઝ શમ્સી

Google NewsGoogle News