ICC T20 Ranking : રિંકુએ કરી રોહિતની બરાબરી, સૂર્યકુમાર ટોપ પર યથાવત, બિશ્નોઈને થયું નુકસાન
સૂર્યકુમાર યાદવને રેન્કિંગમાં 10 પોઈન્ટ્સનો ફાયદો થયો છે
સાઉથ આફ્રિકાના બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સને એક સ્થાનનો ફાયદો થયો છે
Image:Twitter |
ICC T20 Ranking : ICCએ આજે T20 ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોની લીસ્ટમાં ભારતીય ટીમના નવા ફિનિશર રિંકુ સિંહે મોટી છલાંગ લગાવી છે. તે 46 ક્રમ ઉપર આવીને સંયુક રીતે 59મા સ્થાને પહોંચી ગયો છે. તેના ખાતામાં કુલ 464 રેટિંગ પોઈન્ટ્સ છે. રોહિત શર્મા, શુભમન ગિલ અને અફીફ હુસેનના પણ આટલા જ પોઈન્ટ્સ છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી T20I મેચમાં ફિફ્ટી ફટકારવાનો રિંકુને લાભ મળ્યો છે.
SKY on the rise 🔥
— ICC (@ICC) December 13, 2023
The India star extends the gap at the top of the @MRFWorldwide ICC Men's T20I Batters' Rankings 📈https://t.co/DvKdlysWgN
સૂર્યકુમાર યાદવને થયો ફાયદો
સૂર્યકુમાર યાદવને પણ 10 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. આ લીસ્ટમાં 865 રેટિંગ પોઈન્ટ્સ સાથે તે ટોપ પર છે. સૂર્યાએ બીજી T20I મેચમાં 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 674 રેટિંગ પોઈન્ટ્સ સાથે આઠમાં સ્થાને આવી ગયો છે. ટોપ-10માં સૂર્યા ઉપરાંત ઋતુરાજ ગાયકવાડનું નામ પણ સામેલ છે. તે 681 રેટિંગ પોઈન્ટ્સ સાથે સાતમાં સ્થાને છે.
રેન્કિંગમાં બિશ્નોઈ ટોપ પર
બોલર્સની વાત કરીએ તો ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ ટોપ પર વિરાજમાન છે. જો કે તેણે 7 અંકનું નુકસાન થયું છે. બિશ્નોઈના 692 પોઈન્ટ્સ થઇ ગયા છે. અફઘાનિસ્તાનનો દિગ્ગજ સ્પિનર રાશિદ ખાનના પણ આટલા જ પોઈન્ટ્સ છે. બિશ્નોઈને સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી T20I મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.