ICC T20 ક્રિકેટ વર્લ્ડકપ: કઈ ચેનલ પર અને કયા સમયે જોઈ શકાશે ભારતની મેચ? ફ્રીમાં જોવા માટે આટલું કરો
IPL 2024 પૂરી થઈ અને હવે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ ( ICC T20 cricket world cup ) શરૂ થવા જઈ રહ્યો છે. 2 જૂનથી શરૂ થનાર T20 ક્રિકેટ વર્લ્ડકપમાં આ વખતે નવા જૂની થાય એવી શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ તો હોટ ફેવરિટ છે જ પરંતુ, ભારતીય ક્રિકેટ ટીમ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને ઈંગ્લેન્ડને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તો ચાલો જાણી લઈએ કે ICC T20 ક્રિકેટ વર્લ્ડકપ ક્યાં અને કયા સમયે જોઈ શકાશે. ટીવી પર કે મોબાઇલમાં કઈ ચેનલ/પ્લેટફોર્મ પર મેચ દેખાશે એ પણ જાણી લો.
5-5 ટીમોનાં 4 ગ્રુપ
આ વખતે અમેરિકા સહિત કેટલીક ટીમો T20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લેવા જઈ રહી છે. અમેરિકન ટીમ દ્વારા તાજેતરમાં જ બાંગ્લાદેશની ટીમને T20 સિરીઝમાં પરાજય આપવામાં આવતા અપસેટ સર્જાયો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તાજેતરની ઘટનાઓએ T20 ક્રિકેટ વર્લ્ડકપ માટે ક્રિકેટ ફેન્સમાં ઉત્સુકતા વધારી દીધી છે.
ક્યારથી શરૂ થશે વર્લ્ડકપ?
2 જૂનથી ICC T20 ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે.
કયા સમયે શરૂ થશે મેચ?
ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 8 વાગ્યે મેચનું પ્રસારણ શરૂ થશે. એક માત્ર ઝીમ્બાબ્વે સામેની મેચ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે.
કઈ ચેનલ પર જોઈ શકાશે મેચ?
સ્ટાર સ્પોર્ટ્સ T20 ક્રિકેટ વર્લ્ડકપનાં ઓફિશિયલ બ્રોડકાસ્ટર છે માટે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર મેચ જોઈ શકાશે.
સબસ્ક્રિપ્શન ન હોય તો મફતમાં પણ જોઈ શકાશે મેચ
દૂરદર્શનનાં ટેરેસ્ટ્રીયલ નેટવર્ક (એટલે કે સેટેલાઈટ ડિશ) પર ભારતની મેચો જોઈ શકાશે. જો કે ભારતની મેચો કેબલ નેટવર્ક પર નહીં જોવા મળે.
ભારતની મેચ મોબાઈલમાં કે OTT પર જોવી હોય તો?
મોબાઈલમાં ડિસની+હોટસ્ટારનાં ઓટીટી પ્લેટફોર્મ પર ભારતની મેચો ફ્રી જોવા મળી જશે.
જો કે ટીવી કે વેબ પર T20 ક્રિકેટ વર્લ્ડકપની મેચો આ જ OTT પ્લેટફોર્મ પર જ જોવી હોય તો સબસ્ક્રિપ્શન લેવું પડશે.
ભારતની મેચો ક્યારે છે?
વોર્મ અપ મેચ
ભારત vs બાંગ્લાદેશ- 1 જૂન- સાંજે 8 વાગ્યે
ગ્રુપ સ્ટેજ મેચ
1) ભારત vs આયર્લેન્ડ - 5 જૂન - સાંજે 8 વાગ્યે
2) ભારત vs પાકિસ્તાન - 9 જૂન - સાંજે 8 વાગ્યે
3) ભારત vs અમેરિકા - 12 જૂન - સાંજે 8 વાગ્યે
4) ભારત vs કેનેડા - 15 જૂન - સાંજે 8 વાગ્યે
5) ભારત vs ઝીમ્બાબ્વે - 6 જુલાય - સાંજે 4:30