Get The App

ICC Rules: આઈસીસીએ સ્ટમ્પિંગ અને કન્કશનના નિયમમાં કર્યો ફેરફાર, હવે વિકેટકીપર નહીં ઉઠાવી શકે આ વાતનો ફાયદો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News


ICC Rules: આઈસીસીએ સ્ટમ્પિંગ અને કન્કશનના નિયમમાં કર્યો ફેરફાર, હવે વિકેટકીપર નહીં ઉઠાવી શકે આ વાતનો ફાયદો 1 - image

નવી દિલ્હી,તા. 5 જાન્યુઆરી 2024, શુક્રવાર 

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં લાગુ થયેલ અને ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં પ્રથમ વખત વિવાદ સર્જનાર કન્કશન નિયમ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સ્ટમ્પિંગમાં DRS અંગે સર્જાયેલા વિવાદનો ICCએ નિવેડો લાવવા માટે નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ સ્ટમ્પિંગ અને કન્કશનના નિયમોમાં કેટલાક ફેરફાર લાગુ કર્યા છે. આ ફેરફારો પછી, ખેલાડીઓ નિયમોના ઉપયોગ ખોટી રીતે ફાયદો ઉઠાવવા માટે કરી શકશે નહીં. હવે ટીવી અમ્પાયરો સ્ટમ્પિંગની અપીલ પર હવે Caught Behindનું રિવ્યુ નહી કરી શકે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે 12 ડિસેમ્બરથી અમલમાં આવેલા નિયમો હેઠળ, જો ટીમ વિકેટકીપરના સ્ટમ્પિંગ બાદ જો ટીમ Caught Behind માટે રિવ્યુ લેવા માંગે છે, તો તેણે DRS માટે અલગથી અપીલ કરવી પડશે.  ICCએ એક એવા નિયમમાં ફેરફાર કર્યો છે જેનો ખેલાડીઓ અયોગ્ય લાભ લેતા હતા. હવે જો સ્ટમ્પિંગ માટે અપીલ થાય અને ફિલ્ડ અમ્પાયર તેને થર્ડ અમ્પાયર પાસે મોકલે, તો માત્ર સાઇડ-ઓન રિપ્લે જ જોવામાં આવશે. કોટ બિહાઇન્ડ એટલે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવ્યો કેચ તપાસવામાં આવશે નહીં.

મળેલા અહેવાલો મુજબ ઘણીવાર એવું બનતું હતું કે, સ્ટમ્પિંગ માટે અપીલ કરવામાં આવતી તો ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ માટે પણ રિવ્યુ મળી જતો હતો. જેથી ફિલ્ડીંગ ટીમને બેટ્સમેનની વિકેટ રિવ્યુ લીધા વગર જ મળી જતી હતી.

સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું સીરિઝ દરમિયાન ઘણી વખત એવું બન્યું જયારે સ્ટમ્પ પાછળ એલેક્સ કેરી સાથે ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટમ્પિંગ માટે અપીલ કરી હતી. જેના પરિણામે DRSના ઉપયોગ વિના કોટ બિહાઇન્ડ પણ ચેક કરવામાં આવ્યો હતો પરંતુ હવે ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ ચેક કરવા માટે રિવ્યુ લેવાની આવશ્યકતા પડશે, કારણ કે સ્ટમ્પિંગની અપીલ પર માત્ર સાઈડ-ઓન કેમેરાથી રિપ્લે દેખાડવામાં આવશે.

કન્કશનના નિયમોમાં પણ ફેરફાર

કન્કશનના નિયમોમાં પણ ફેરફાર થયો છે. જો ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ખેલાડીને સારવાર માટે ચાર મિનિટ

12 ડિસેમ્બર 2023ના રોજથી નિયમોમાં થયેલા આ ફેરફારો લાગુ થયા હતા. હવે થર્ડ અમ્પાયર ફ્રન્ટ ફૂટ ઉપરાંત તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલની તપાસ કરશે. મેદાન પર ખેલાડીના ઈજાગ્રસ્ત થવા પર તેની ઈજા અને સારવાર માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ખેલાડીની ઈજાના ઓન-ફિલ્ડ એસેસમેન્ટ અથવા સારવાર માટે વધુમાં વધુ ચાર મિનિટ આપવામાં આવશે.


Google NewsGoogle News