મારી ઓવરમાં સ્વીપ ના મારશો...', રાશિદે સૂર્યકુમારને ચાલુ મેચમાં કેમ કહ્યું આવું? ICCએ પોસ્ટ કર્યો વીડિયો

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Surya Kumar Yadav

ICC Post Video On Rashid Khan And Surya Kumar Yadav: ભારતે T20 વર્લ્ડકપ-2024માં યાત્રા આગળ વધારતા પોતાની સુપર-8 ગ્રુપની પહેલી મેચ બાર્બાડોસ ખાતે અફઘાનિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતે 47 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ મેચ દરમિયાન એક રમુજી ઘટના બની હતી.

શું હતી સમગ્ર ઘટના?

આ સમગ્ર મામલો 11મી ઓવર દરમિયાનનો છે. જયારે ભારતે વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ ગુમાવી ચૂકી હતી. સૂર્યકુમાર યાદવ સ્ટ્રાઈક ઉપર ફુલ ફોર્મમાં હતો. રાશિદ ખાન સૂર્યકુમારના શોટ્સને કારણે મુશ્કેલીમાં દેખાતો હતો. રાશિદ ખાને બેટર સૂર્યકુમાર યાદવને તેના બોલ પર સ્વીપ શોટ ન મારવા કહ્યું હતું. આ ઘટના ત્યારે બની જયારે સુર્યકુમારે તેના પર રાશિદનું દબાણ ઓછું કરવા માટે સતત તેના બોલ પર સ્વીપ શોટ મારીને ચોગ્ગા ફટકારતો હતો. આઈસીસીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બંને ક્રિકેટરો વચ્ચેની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો છે.

સૂર્યકુમારે આપી પ્રતિક્રિયા

સૂર્યકુમાર યાદવે મેચ બાદ જણાવ્યું હતું, 'મને 7થી 15 ઓવર દરમિયાન બેટિંગ કરવું પસંદ છે. આ સૌથી મુશ્કેલ તબક્કો હોય છે મને આ તબક્કે રમવું ગમે છે. હું તેનો આનંદ માણું છું. વિરાટ કોહલી આઉટ થયા બાદ હું ઝડપથી રન કરવા માંડ્યો હતો. મેં ફક્ત મારી રમત રમવાની કોશિશ કરી હતી. હું રોહિત શર્મા સાથે ઘણી મેચ રમ્યો છું. તે મારી રમતને સમજે છે'.


Google NewsGoogle News