Get The App

ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, કોઈ ભારતીય નહીં પણ આ તોફાની બેટર બન્યો નંબર-1

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, કોઈ ભારતીય નહીં પણ આ તોફાની બેટર બન્યો નંબર-1 1 - image


ICC Rankings: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સીરિઝ બાદ હવે ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝ પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે ન રમાઇ શકી અને સીરિઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સીરિઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી લિયામ લિવિંગસ્ટેને ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન પર કબજો જમાવ્યો છે. 

લિયામ લિવિંગસ્ટેનનું શાનદાર પ્રદર્શન 

લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 મેચની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચમાં પણ હારનો ખતરો અનુભવી રહી હતી, ત્યારબાદ લિયામ લિવિંગસ્ટને કમાન સંભાળી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગઈ. સીરિઝની બે મેચમાં બેટિંગ કરતા તેણે 124 રન બનાવ્યા હતા  અને તેણે કુલ 5 વિકેટ ઝડપી હતી. આ જ કારણ છે કે, તે હવે ICC T20 રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. 

રેન્કિંગમાં પ્રથમ અને બીજા સ્થાન વચ્ચેનું અંતર વધ્યું

લિયામ લિવિંગસ્ટેનનું રેટિંગ વધીને 253 થઈ ગયું છે. આ અગાઉ નંબર વન પોઝિશન પર રહેલા માર્કસ સ્ટોઈનિસને (Marcus Stoinis) હવે બીજા સ્થાને જવું પડ્યું છે. મોટી વાત એ છે, કે લિવિંગ્સ્ટન અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચેનું અંતર પણ ઘણું મોટું થઈ ગયું છે. લિવિંગસ્ટેનની રેન્કિંગ 253 છે, તો સ્ટાયનિસની રેન્કિંગ 211 છે. 

આ ખેલાડીઓને રેન્કિંગમાં પણ નુકસાન 

લિયામ લિવિંગસ્ટેન નંબર વન પર પહોંચવા સાથે માર્કસ સ્ટોઈનિસ સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના વાનિન્દુ હસરંગા અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીન એક-એક સ્થાન નીચે આવી ગયા છે. તેના ટોચ પર પહોંચવાને કારણે ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે.

એટલું જ નહીં ભારતના હાર્દિક પંડ્યા અને નેપાળના દિપેન્દ્ર એરી પણ એક સ્થાન નીચે આવી ગયા છે. જો કે, આ બધા ખેલાડીઓ હજુ પણ ટોપ 10માં પોતપોતાનું સ્થાન જાળવી રહ્યા છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ અને પાકિસ્તાનનો ઈમાદ વસીમ નવમા અને દસમા સ્થાને છે.


Google NewsGoogle News