World Cup 2023 : આજે શ્રીલંકા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પહેલી જીત માટે ઉતરશે મેદાનમાં, હૈદરાબાદમાં થશે ટક્કર

પાકિસ્તાને તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 99 રને જીત મેળવી હતી

દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે ODI World Cupનો સૌથી મોટો વનડે સ્કોર બનાવ્યો હતો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે શ્રીલંકા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પહેલી જીત માટે ઉતરશે મેદાનમાં, હૈદરાબાદમાં થશે ટક્કર 1 - image
Image:File Photo

PAK vs SL : ODI World Cup 2023માં આજે બીજી મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. જયારે શ્રીલંકાની ટીમને પ્રથમ મેચમાં દક્ષિણ આફિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા માટે આજની મેચ ખુબ જ મહત્વપૂર્ણ હશે જયારે પાકિસ્તાનની ટીમ પોતાની જીતનો સિલસિલો કાયમ રાખવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. 

દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે બનાવ્યો ODI World Cupનો સૌથી મોટો સ્કોર 

પાકિસ્તાને તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 99 રને જીત મેળવી હતી, પરંતુ તેની ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. બીજી તરફ શ્રીલંકાની ટીમને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે ODI World Cupનો સૌથી મોટો વનડે સ્કોર બનાવ્યો હતો. જો કે શ્રીલંકાના બેટ્સમેનોએ લડત આપી હતી, પરંતુ તેમની લડત જીતવા માટે પૂરતી ન હતી. 

હેડ-ટૂ-હેડ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી કુલ 156 વનડે મેચ રમાઈ છે જેમાં પાકિસ્તાને 92 જયારે શ્રીલંકાની ટીમે 59 મેચ જીતી છે. ICC ODI World Cupમાં બંને ટીમો 8 વખત સામસામે આવી ચુકી છે જેમાં પાકિસ્તાને 7 મેચ જીતી છે અને 1 મેચ પરિણામ વિના સમાપ્ત થઇ છે, જયારે શ્રીલંકા હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. રેકોર્ડના હિસાબે પાકિસ્તાનનું પલડું ભારે છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે આજે એશિયાની બે મોટી ટીમો વચ્ચે કેવી મેચ રમાય છે. આ બંને ટીમો વચ્ચે Asia Cup 2023ના સુપર 4માં ટક્કર થઇ હતી. જો હૈદરાબાદની પિચની વાત કરીએ તો અહિયાં બેટ્સમેનોને વધુ મદદ મળી શકે છે. છેલ્લી પાંચ મેચમાં આ પિચ પર સરેરાશ સ્કોર 296 રહ્યો છે, જેનો અર્થ એ છે કે આજે પણ હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે. આ પિચ પર ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

પાકિસ્તાન

બાબર આઝમ (C), ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન (wkt), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

શ્રીલંકા

દાસુન શનાકા (C), પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wkt), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલ્લાલાગે, મથિશા પથિરાના, દિલશાન મદુશંકા, કાસુન રાજીથા

World Cup 2023 : આજે શ્રીલંકા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પહેલી જીત માટે ઉતરશે મેદાનમાં, હૈદરાબાદમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News