ICC વનડે ટીમ ઑફ ધ યર જાહેર: ભારતના કોઈ ખેલાડીને સ્થાન નહીં, અસલંકા કેપ્ટન
Image: Facebook
ICC Mens ODI Team of the Year 2024: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2024ની આઈસીસી પુરુષ વનડે ટીમની જાહેરાત કરી દીધી. આમાં ભારતના કોઈ ખેલાડીને સ્થાન મળ્યું નથી. આનું એક કારણ એ પણ છે કે ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટનશિપ વાળી ભારતીય ટીમે માત્ર ત્રણ વનડેની એક સીરિઝ રમી અને આમાં તેમનું સાધારણ પ્રદર્શન રહ્યું. આ સીરિઝ શ્રીલંકા વિરુદ્ધ રહી હતી. જેમાં તેને 2-0 થી હાર વેઠવી પડી. તેની એક મેચ ટાઈ રહી હતી. આઈસીસી પુરુષ વનડે ટીમ 2024માં શ્રીલંકાના સૌથી વધુ ચાર ખેલાડી છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ ક્રિકેટર સામેલ છે. એક ખેલાડી વેસ્ટ ઈન્ડિઝથી છે. આ ટીમમાં વનડેની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાથી પણ કોઈને સ્થાન મળ્યું નહીં.
શ્રીલંકાના ચરિથ અસલંકાને આઈસીસી પુરુષ વનડે ટીમ 2024ની કેપ્ટનશિપ આપવામાં આવી છે. તેમણે ગયા વર્ષે કમાલની રમત આ ફોર્મેટમાં બતાવી હતી. અસલંકાએ 2024માં 16 વનડેમાં 50.2 ની સરેરાશથી 605 રન બનાવ્યા. એક સદી અને ચાર ફિફ્ટી તેના બેટથી આવી. વર્ષ 2024માં શ્રીલંકાએ સૌથી વધુ 18 વનડે મેચ રમી હતી અને જેમાંથી 12 જીતી. અસલંકાની કેપ્ટનશિપમાં જ શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત વિરુદ્ધ વનડે સીરિઝ જીતી હતી. પાકિસ્તાને ગયા વર્ષે નવ વનડે રમી અને સાત જીતી. અફઘાનિસ્તાને 14 મેચ રમતાં આઠમાં જીત મેળવી.
વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીને પણ મળી તક
આઈસીસી પુરુષ વનડે ટીમ 2024માં 11 માંથી 10 ખેલાડી એશિયાથી છે. માત્ર શેરફાન રદરફોર્ડ બિન એશિયન ખેલાડી છે જે આ ટીમનો ભાગ છે. વર્ષ 2023માં ડેબ્યૂ કરનાર આ ખેલાડીએ વર્ષ 2024માં નવ મેચમાં 106.2 ની સરેરાશથી 425 રન બનાવ્યા.
આ પણ વાંચો: અમ્પાયર્સ સાથે બાખડી પડ્યો ખેલાડી, મેચ 15 મિનિટ અટકતાં BCCIએ લગાવ્યો પ્રતિબંધ
આઈસીસી પુરુષ વનડે ટીમ 2024
ચરિથ અસલંકા (કેપ્ટન, શ્રીલંકા), સઈમ અયૂબ (પાકિસ્તાન), રહમાનુલ્લાહ ગુરબાજ (અફઘાનિસ્તાન), પાથુમ નિસંકા (શ્રીલંકા), કુસલ મેન્ડિસ (વિકેટકીપર, શ્રીલંકા), શેરફાન રધરફોર્ડ (વેસ્ટ ઈન્ડિઝ), અજમતુલ્લાહ ઓમરજઈ (અફઘાનિસ્તાન), વાનિંદુ હસારંગા (શ્રીલંકા), શાહીન આફ્રિદી (પાકિસ્તાન), હરિસ રઉફ (પાકિસ્તાન), અલ્લાહ ગજનફર (અફઘાનિસ્તાન).