ICCએ જાહેર કરી ODI ટીમ ઓફ ધ યર, રોહિત શર્મા કેપ્ટન, અન્ય 5 ભારતીય ખેલાડીઓને પણ મળ્યું સ્થાન

ઓસ્ટ્રેલિયાના માત્ર બે ખેલાડીઓને ICC ODI ટીમ ઓફ ધ યર 2023માં સ્થાન મળ્યું છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ICCએ જાહેર કરી ODI ટીમ ઓફ ધ યર, રોહિત શર્મા કેપ્ટન, અન્ય 5 ભારતીય ખેલાડીઓને પણ મળ્યું સ્થાન 1 - image
Image : File Photo

ICC ODI Team Of The Year 2023 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ તેની ODI ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી છે. આ ટીમના કેપ્ટન તરીકે ICCએ રોહિત શર્માની પસંદગી કરી છે. જયારે ODI World Cup 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આ ટીમમાં સામેલ પણ કરવામાં આવ્યો નથી, કારણ કે તેણે વર્ષ 2023માં વધુ વનડે મેચ રમી ન હતી અને તેનું પ્રદર્શન પણ વધુ સારું ન હતું. આ ટીમમાં રોહિતની સાથે અન્ય 5 ખેલાડીઓ પણ સામેલ છે.

6 ભારતીય થયા ટીમમાં સામેલ

રોહિત શર્મા સહિત કુલ 6 ભારતીય ખેલાડીઓને ICCએ તેની ‘વનડે ટીમ ઓફ ધ યર 2023’માં સામેલ કર્યા છે. સાઉથ આફ્ર્રિકા અને ઓસ્ટ્રેલિયાના 2-2 ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે. જયારે ન્યુઝીલેન્ડનો એક ખેલાડી આ ટીમનો ભાગ બન્યો છે. ભારતીય ટીમમાંથી રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન અને શુભમન ગિલ સાથે ઓપનર તરીકે પસંદ્દ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી નંબર-4 પર રહેશે.

ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓને મળી જગ્યા

ODI World Cup 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયામાંથી બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્પિનર એડમ ઝમ્પાને પસંદ કરવામાં આવ્યા છે. જયારે સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને માર્કો યાન્સેન આ ટીમનો ભાગ છે. ક્લાસેન આ ટીમનો વિકેટકીપર છે. જયારે ન્યુઝીલેન્ડનો એકમાત્ર બેટ્સમેન ડેરિલ મિચેલ આ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગઈકાલે ICCએ તેની T20 ટીમ જાહેર કરી હતી તેમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. તે ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવના હાથોમાં હતી.

ICC ODI Team Of The Year 2023

રોહિત શર્મા (C) , શુભમન ગિલ, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ, ડેરિલ મિચેલ, હેનરિક ક્લાસેન (wkt), માર્કો યાન્સેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી

ICCએ જાહેર કરી ODI ટીમ ઓફ ધ યર, રોહિત શર્મા કેપ્ટન, અન્ય 5 ભારતીય ખેલાડીઓને પણ મળ્યું સ્થાન 2 - image


Google NewsGoogle News