World Cup 2023 : આજે ભારત પહેલી વોર્મઅપ મેચ રમશે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં વોર્મઅપ મેચ રમાશે

આજે ગુવાહાટીમાં વરસાદ થવાની સંભાવના 50થી 55 ટકા છે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ભારત પહેલી વોર્મઅપ મેચ રમશે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર 1 - image
Image:Twitter

IND vs ENG Warm-up Match ODI World Cup 2023 : ક્રિકેટના મહાકુંભ એટલે કે વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થશે. પરંતુ વોર્મઅપ મેચની શરૂઆત ગઈકાલેથી થઇ ચુકી છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે વોર્મઅપ મેચ રમાશે. આ મેચમાં બંને ટીમો પોતાની સર્વશ્રેષ્ઠ (IND vs ENG Playing 11) પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરીને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી રૂપ આપી શકે છે. બંને ટીમો પાસે વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની આ શ્રેષ્ઠ તક છે.

ગુવાહાટીમાં આજે વરસાદ થવાની સંભાવના વધુ

વોર્મઅપ મેચમાં તમામ 15 ખેલાડીઓનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ બેટિંગ માત્ર 11 ખેલાડીઓ જ કરી શકશે. આ મેચમાં પ્લેઇંગ ઈલેવન પસંદ કરવાની જરૂર નથી. કોઈપણ ખેલાડી ગમે તે નંબર પર આવીને બેટિંગ કરી શકે છે અને કોઈપણ ગમે ત્યાં બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુવાહાટીમાં આજે વરસાદ થવાની સંભાવના વધુ છે. મળેલા અહેવાલ મુજબ આજે ગુવાહાટીમાં વરસાદ થવાની સંભાવના 50થી 55 ટકા છે.

બંને ટીમોની સ્ક્વોડ

ભારત

રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા (VC), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ

ઇંગ્લેન્ડ

જોસ બટલર (C), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિયમ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News