Get The App

World Cup 2023: આ ભારતીય બોલર માટે આવ્યા સારા સમાચાર, ICCએ બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યો નોમિનેટ

ICCએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓના નામ નોમિનેટ કર્યા છે

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023: આ ભારતીય બોલર માટે આવ્યા સારા સમાચાર, ICCએ બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યો નોમિનેટ 1 - image
Image:IANS

World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમનું ODI World Cup 2023માં વર્ચસ્વ જોવા મળ્યું છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 8 મેચ જીતી છે અને તે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. આ સાથે જ ભારત સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ગયું છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ICCએ એક સારા સમાચાર આપ્યા છે. ભારતીય ટીમ(ICC Revealed Men's Player Of The Month Nominees For October)ના એક ખેલાડીને ODI World Cup 2023માં તેના સારા પ્રદર્શન માટે ઇનામ આપવામાં આવશે.

બુમરાહ થયો નોમિનેટ

ICCએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓના નામ નોમિનેટ કર્યા છે. ભારતીય ટીમ માટે ODI World Cup 2023માં ઘાતક બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને પણ આ લીસ્ટમાંમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ ઉપરાંત ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે ODI World Cup 2023માં 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું છે.

બુમરાહે ભારત માટે 15 વિકેટ ઝડપી

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત માટે ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. તેણે 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ મામલે મોહમ્મદ શમી પહેલા નંબરે છે. શમીએ 4 મેચમાં 15 વિકેટ ઝડપી છે. શમીએ 2 વખત 5 વિકેટ જયારે એક વખત 4 વિકેટ ઝડપી છે. ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લીસ્ટમાં શમી ચોથા જયારે બુમરાહ છટ્ઠા સ્થાને છે.

World Cup 2023: આ ભારતીય બોલર માટે આવ્યા સારા સમાચાર, ICCએ બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યો નોમિનેટ 2 - image


Google NewsGoogle News