IND vs AUS સીરિઝની વચ્ચે મોહમ્મદ સિરાજને સજા ફટકારશે ICC! ભારે પડી શકે છે આ ભૂલ, જુઓ વીડીયો
IND vs AUS, Mohammed Siraj : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ઝટકો લાગી શકે છે. કારણ કે હવે ICC તેને સજા કરી શકે છે. માર્નસ લાબુશેન સામે બોલ ફેંકવાને કારણે સિરાજ મુશ્કેલીમાં આવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટના પહેલા દિવસે સિરાજે બોલ લાબુશેન તરફ ફેંક્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
હકીકતમાં જયારે લાબુશેન ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે સાઇડ સ્ક્રીન પર હિલચાલ થવાને કારણે તેણે બેટિંગ કરવાની જગ્યાએથી ખસી ગયો હતો. આ જોઈને સિરાજ ગુસ્સામાં આવી ગયો અને તેણે બોલ લાબુશેન તરફ ફેંક્યો હતો. જે ICCના નિયમોની વિરુદ્ધ છે. આ સ્થિતિમાં બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ICC તેને સજા કરી શકે છે. આ ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 25મી ઓવરમાં બની હતી. જો કે સિરાજના આ થ્રોને કારણે બોલ સ્ટમ્પ કે બેટરને લાગ્યો હતો નહી.
ICCનો નિયમ શું કહે છે?
ICCના નિયમો અનુસાર સિરાજને કલમ 2.9ના ઉલ્લંઘનનો દોષી માનવામાં આવી શકે છે. જે આંતરરાષ્ટ્રીય મેચમાં ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ પર અયોગ્ય અથવા ખતરનાક રીતે બોલ અથવા કોઈપણ ક્રિકેટ સાધનો ફેંકવા સાથે સંબંધિત છે.
લેવલ વનની સજા થઈ શકે છે સિરાજને
નિયમો અનુસાર આ ઘટનામાં એ જોવામાં આવશે કે શું તેણે આવું જાણી જોઈને કર્યું હતું કે પછી તેને ટાળી શકાયું હોત. શું બોલ બીજી વ્યક્તિને વાગ્યો કે નહી? જો કે, બોલ લેબુશેનને લાગ્યો ન હતો. સિરાજની કાર્યવાહી ઇરાદાપૂર્વકની અને ટાળી શકાય તેવી ગણી શકાય. આ અંગે મેચ રેફરી અંતિમ નિર્ણય લેશે. જો સિરાજ દોષી સાબિત થશે તો તેને લેવલ વન હેઠળ સજા થઈ શકે છે.