ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો જલવો, બુમરાહની નંબર 1 પોઝિશન અશ્વિને આંચકી, રોહિત-જયસ્વાલની મોટી છલાંગ
ICC રેન્કિંગમાં ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 છે
Image:Twitter |
ICC Test Ranking : ICC દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ICC રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે જ ભારતીય બેટરોએ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રોહિત શર્મા હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. જયારે યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.
🇮🇳 🔁 🇮🇳
— ICC (@ICC) March 13, 2024
A new No.1 bowler has been crowned in the ICC Men's Test Player Rankings after the #INDvENG series 🎖
જયસ્વાલે ટેસ્ટ રેન્કિંગમાં લગાવી છલાંગ
ICC દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ત્રણ બેટરો સામેલ છે. રોહિત શર્મા હવે 5 સ્થાનની છલાંગ લગાવીને નંબર-6 ટેસ્ટ બેટર બની ગયો છે. યશસ્વી જયસ્વાલ હવે 2 સ્થાન આગળ વધીને 8માં નંબરે પહોંચી ગયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ સીરિઝમાંથી ગેરહાજર રહેલો વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં 9માં નંબર પર છે. કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે.
ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો જલવો
હાલમાં જો ભારતની ICC રેન્કિંગ પર નજર કરીએ તો તે નંબર-1 ટેસ્ટ, ODI અને T20 ટીમ છે. રવિચંદ્રન અશ્વિન પણ નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે, જયારે જસપ્રીત બુમરાહ નંબર-3 ટેસ્ટ બોલર છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ નંબર-1 T20 બેટર છે, જયારે યશસ્વી જયસ્વાલ આ જ ફોર્મેટમાં છઠ્ઠા નંબર પર છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે. ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે ટેસ્ટ ઓલરાઉન્ડરમાં અશ્વિનનું નામ છે.