Get The App

ભારત સામેની મેચમાં અમ્પાયરનો વિરોધ કરનારા ખેલાડી પર એક્શન, હવે ICCએ ફટકાર્યો દંડ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ભારત સામેની મેચમાં અમ્પાયરનો વિરોધ કરનારા ખેલાડી પર એક્શન, હવે ICCએ ફટકાર્યો દંડ 1 - image

ICC Fines Gerald Coetzee : ભારત અને દક્ષિણ આફ્રિકા આફ્રિકા વચ્ચે રમાયેલી ચોથી T20I મેચમાં આફ્રિકન ખેલાડી કોએત્ઝીને તેના ખરાબ વર્તન બદલ ICC દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. કોએત્ઝીના એક બોલને અમ્પાયર દ્વારા વાઈડ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્માએ શાનદાર અણનમ સદી ફટકારી હતી. ભારતે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. હવે ICCએ તેના આ વર્તન માટે ICC એ કોએત્ઝીના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે. 

ICCએ કોએત્ઝીને ફટકાર્યો દંડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20I મેચ દરમિયાન ગેરાલ્ડ કોએત્ઝીને ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા ICCના કોડ ઓફ કન્ડક્ટના નિયમ 2.8નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવાને સંબંધિત છે. લેવલ વનના ઉલ્લંઘન માટે ન્યૂનતમ દંડ અને સત્તાવાર ઠપકો તથા મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ છે. 

જ્યારે કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે ત્યારે તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બે સસ્પેન્શન પોઈન્ટ એક ટેસ્ટ અથવા બે વનડે અથવા બે T20I પ્રતિબંધ સમાન છે. 

આ પણ વાંચો : IND vs AUS: પહેલી ટેસ્ટમાં અશ્વિનેને મોકો આપી શકે છે ટીમ ઈન્ડિયા, જાડેજા-સુંદરને લાગશે ઝટકો

કોએત્ઝી સિવાય આ ખેલાડીઓ પર પણ કરાઈ કાર્યવાહી

કોએત્ઝીએ ICCની એલિટ રેફરીઓની પેનલના સદસ્ય એન્ડી પાયક્રોફ્ટ દ્વારા આપવામાં આવેલ ડિમેરિટ પોઈન્ટની પેનલ્ટીને સ્વીકારી લીધી છે. ગેરાલ્ડ કોએત્ઝી સામે મેદાન પરના અમ્પાયર અલ્લાહુદ્દીન પાલેકર અને સ્ટીફન હેરિસ અને થર્ડ અમ્પાયર લુબાબાલો ગકુમા અને ચોથા અમ્પાયર અર્નો જૈક્બ્સે આરોપ લગાવ્યા હતા. કોએત્ઝી સિવાય ICCએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્કોટ એડવર્ડ્સ અને સુફિયાન મહમૂદ સામે પણ કાર્યવાહી કરી છે.

ભારત સામેની મેચમાં અમ્પાયરનો વિરોધ કરનારા ખેલાડી પર એક્શન, હવે ICCએ ફટકાર્યો દંડ 2 - image


Google NewsGoogle News