ભારતની સેમીફાઈનલ મેચની ટિકિટ્સ કેવી રીતે અને કેટલી ખરીદી શકશો? એક ક્લિકમાં જાણો તમામ માહિતી

3 લાખ રુપિયા આસપાસ મળી રહી છે સેમીફાઈનલની ટિકિટ

19 નવેમ્બરના રોજ ફાઈનલ મેચનું આયોજન કરાશે.

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ભારતની સેમીફાઈનલ મેચની ટિકિટ્સ કેવી રીતે અને કેટલી ખરીદી શકશો? એક ક્લિકમાં જાણો તમામ માહિતી 1 - image
Image  Twitter 

તા. 8 નવેમ્બર 2023, બૂધવાર 

World Cup 2023 Semi Final Tickets: રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરતાં સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે.  ભારત પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે. ટીમ પાસે 16 પોઈન્ટ છે અને સેમી ફાઈનલમાં ચોથા નંબર પર રહેવાવાળી ટીમ સાથે મેચ રમશે. ટુર્નામેન્ટ પહેલા સેમીફાઈનલની ટિકિટો ક્રિકેટ ચાહકો ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે. પરંતુ તેમા માટે ઘણી મોટી રકમ ચુકવવી પડશે.

કેવી રીતે ખરીદી શકાશે સેમીફાઈનલની ટિકિટ

ભારતની સેમી ફાઈનલની મેચ લગભગ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બુક માય શોની વેબસાઈટ દ્વારા ટિકિટ ખરીદી શકાશે. પરંતુ તેના માટે ચાહકોએ 5000 રુપિયા ચુકવવા પડશે.મહત્વની વાત એ છે કે, હાલમાં આ વેબસાઈટ પર દરેક ટિકિટ સોલ્ડ આઉટ થયેલી બતાવે છે. 

ક્યારે અને ક્યા રમાશે સેમીફાઈનલની મેચ

વર્લ્ડ કપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ15 નવેમ્બરના રોજ મુંબઈમાં રમાશે, તો બીજી સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ કોલકતા ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ બન્ને મેચ પછી 19 નવેમ્બરના રોજ ફાઈનલ મેચનું આયોજન કરાશે. મહત્વની વાત એ છે કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

3 લાખ રુપિયા આસપાસ મળી રહી છે સેમીફાઈનલની ટિકિટ

રિપોર્ટ પ્રમાણે, એક વેબસાઈટ પર સેમી ફાઈનલની ટિકિટને લગભગ 3 લાખ રુપિયામાં વેચાઈ રહી છે, આ ટિકિટ સુનીલ ગાવસ્કર પેવેલિયનાં ' કે રો ' માં મળી રહી છે. તેમજ ટિકિટના ભાવ 2,24,529 રુપિયા જોવા મળી રહ્યા છે. તો કેટલીક ટિકિટો આશરે એક લાખ સાઈઠ હજાર રુપિયામાં વેચાઈ રહી છે. 


Google NewsGoogle News