World Cup 2023 : ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ઉલટફેર, ટોપ પર ભારત

ભારતે ODI World Cup 2023માં તેની ચોથી મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું

ભારત ન્યુઝીલેન્ડને ODI World Cup 2023માં હરાવનાર પ્રથમ ટીમમાં બની ગયું છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ઉલટફેર, ટોપ પર ભારત 1 - image
Image:IANS

World Cup 2023 Points Table : ભારતે ODI World Cup 2023માં તેની ચોથી મેચમાં ન્યુઝીલેન્ડને ગઈકાલે 4 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ગઈકાલે ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને માત્ર ODI World Cup 2019ની સેમિફાઈનલમાં મળેલી હારનો જ બદલો નથી લીધો પરંતુ તે ન્યુઝીલેન્ડને ODI World Cup 2023માં હરાવનાર પ્રથમ ટીમમાં બની ગયું છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે. જો ભારત હવે એક મેચ જીતી લે છે તો તે સેમિફાઈનલમાં લગભગ પહોંચી જશે.

પોઈન્ટ્સ ટેબલ જોવા માટે અહીં ક્લિક કરો

ભારત 10 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને

ભારત ODI World Cup 2023માં સતત મેચ જીતી ચુક્યું છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પાસે કુલ 10 પોઈન્ટ્સ છે. ભારત તેની છટ્ઠી મેચ 22 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. ભારતનો નેટ રન રેટ +1.353 છે. ન્યુઝીલેન્ડના 5 મેચમાં ચાર જીત અને એક હાર સાથે આઠ પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +1.481 છે. સાઉથ આફ્રિકા ચાર મેચમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +2.212 છે. ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે અને તેનો નેટ રન રેટ -0.193 છે.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે કરો યા મરોની સ્થિતિ

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ માટે હવે દરેક મેચમાં કરો યા મરોની સ્થિતિ રહેવાની છે. ઇંગ્લેન્ડની ટીમને 4માંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડ પાસે માત્ર 2 પોઈન્ટ્સ છે, જો તે તમામ 5 મેચ જીતે છે તો તેની પાસે 12 પોઈન્ટ્સ થઇ જશે. ઇંગ્લેન્ડને તેનો નેટ રનરેટ પણ સુધારવો પડશે. પાકિસ્તાનની ટીમને 2 મેચમાં જીત તો 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આમ પાકિસ્તાન પાસે 4 પોઈન્ટ્સ છે. પાકિસ્તાનને હવે 5 મેચ જીતવી પડશે ત્યારે જ તે સેમિફાઈનલમાં જગ્યા મેળવી શકશે.

તમામ 10 ટીમ એકબીજા સામે મેચ રમશે

રાઉન્ડ રોબિનના આધારે ODI World Cup 2023માં મેચ રમાઈ રહી છે. આમાં તમામ 10 ટીમ એકબીજા સામે મેચ રમશે. પોઈન્ટ્સ ટેબલ પર ટોપ-4 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. જો બે ટીમોના પોઈન્ટ્સ સમાન રહેશે તો નેટ રનરેટના આધારે ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.પ્રથમ સેમિફાઈનલ પોઈન્ટ્સ ટેબલ પર પહેલા અને ચોથા નંબરની ટીમ વચ્ચે 15 નવેમ્બરના રોજ વાનખેડેમાં રમાશે. બીજી સેમિફાઈનલ મેચ પોઈન્ટ્સ ટેબલ પરની બીજા અને ત્રીજા નંબરની ટીમ વચ્ચે 16 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડનમાં રમાશે. સેમિફાઈનલ જીતનાર 2 ટીમો 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલમાં ટકરાશે. 

World Cup 2023 : ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ઉલટફેર, ટોપ પર ભારત 2 - image


Google NewsGoogle News