ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્રણ ભારતીય સહિત 8 લોકો પર આરોપ, જાણો તેના નામ

ICCએ 2021 UAE T10 લીગ દરમિયાન થયેલી ભ્રષ્ટ ગતિવિધિઓને લઈને તપાસ કરી

8 ખેલાડીઓ, અધિકારીઓ અને કેટલાક ભારતીય ટીમ માલિકો પર અલગ અલગ આરોપ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્રણ ભારતીય સહિત 8 લોકો પર આરોપ, જાણો તેના નામ 1 - image

ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ખુદ આ ભ્રષ્ટ ગતિવિધિઓનો ખુલાસો કર્યો. જેમાં ત્રણ ભારતીયો સહિત આઠ લોકોને આરોપી બનાવ્યા છે. જોકે, ICCએ 2021 UAE T10 લીગ દરમિયાન થયેલી ભ્રષ્ટ ગતિવિધિઓને લઈને તપાસ કરી. ત્યારબાદ ICCએ આ ગતિવિધિઓમાં સામેલ થવા માટે 8 ખેલાડીઓ, અધિકારીઓ અને કેટલાક ભારતીય ટીમ માલિકો પર અલગ અલગ આરોપ લગાવ્યા છે.

કોણ છે ત્રણ ભારતીય, જેના પર આરોપ લાગ્યા?

બે ભારતીય સહ માલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર છે. આ બંને ટીમ પુણે ડેવિલ્સના સહ માલિકી છે અને તે સીઝનમાં તેમના એક ખેલાડી બાંગ્લાદેશના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન નાસિર હુસૈન પર પણ લીગમાં ભ્રષ્ટાચાર વિરોધ સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે.

ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ થનારા ત્રીજા ભારતીય બેટ્સમેન કોચ છે, જેનું નામ સન્ની ઢિલ્લો છે. ICCએ કહ્યું કે, આરોપ 2021 આબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટુર્નામેન્ટમાં મેચોને ભ્રષ્ટ કરવાના પ્રયાસ સંબંધિત છે. આ પ્રયાસોને વિક્ષેપિત કરાયા હતા. ICCએ આ ટૂર્નામેન્ટ માટે ECBએ DACO તરીકે નિયુક્ત કર્યા હતા અને આ પ્રકારે ECB તરફથી આ આરોપ કરાઈ રહ્યા છે.

સંઘવી, કૃષ્ણ કુમાર અને ઢિલ્લોં પર શું છે આરોપ?

સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પાસાઓ પર સટ્ટો લગાવવાની સાથે તપાસ એજન્સીની સાથે સહયોગ ન કરવાનો આરોપ લાગેલો છે. જ્યારે કૃષ્ણ કુમાર પર DACOથી વસ્તુઓ છુપાવવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય કોચ ઢિલ્લોં પર મેચ ફિક્સ કરવાના પ્રયાસનો આરોપ છે.

બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ અને 65 વનડે ઈન્ટરનેશનલ મેચ રમનારા નાસિર પર DACOને 750 ડોલરથી વધુની ગિફ્ટની માહિતીનો ખુલાસો ન કરવાનો આરોપ લાગ્યો છે.

જે અન્ય લોકોને સસ્પેન્ડ કરાયા છે, તેમાં બેટ્સમેન કોચ અઝહર ઝૈદી, UAEના ઘરેલૂ ખેલાડી રિઝવાન જાવેદ અને સાલિયા સમન અને ટીમ મેનેજર શાદાબ અહમદ સામેલ છે. ત્રણેય ભારતીયો સહિત છ લોકોને અસ્થાઈ રીતે સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ તમામ પાસે આરોપોનો જવાબ આપવા માટે મંગળવારથી 19 દિવસનો સમય હશે.


Google NewsGoogle News