Get The App

પાકિસ્તાનને ભારે પડશે જીદ! ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થવાનો ખતરો, થશે કરોડોનું નુકસાન

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનને ભારે પડશે જીદ! ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થવાનો ખતરો, થશે કરોડોનું નુકસાન 1 - image


ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી હતી. પરંતુ તેના શેડ્યૂલ અને વેન્યૂ પર સસ્પેન્સ યથાવત છે કારણ કે ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી નથી આપી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ આ નિર્ણય અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરી ચૂક્યું છે. હવે ICC આ ટૂર્નામેન્ટને 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજવાનું આયોજન કરી રહી છે. આ માટે ICCએ 29 નવેમ્બરના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

ICC પાકિસ્તાનને આપ્યું અલ્ટીમેટમ

જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ બેઠક દરમિયાન 'હાઈબ્રિડ મોડલ' હેઠળ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ICCએ તેને અલ્ટીમેટમ આપ્યું છે. પીસીબી ચીફ મોહસિન નકવી વ્યક્તિગત રીતે આ બેઠકમાં હાજર રહ્યા હતા કારણ કે તેઓ પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા ગુરુવારથી દુબઈમાં હતા. BCCIના સચિવ જય શાહ બેઠકમાં ઓનલાઈન સામેલ થયા હતા, જેઓ 1 ડિસેમ્બરે ICCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

આ પણ વાંચો: ભારત-ઑસ્ટ્રેલિયાની મેચમાં અચાનક ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા PM, ખેલાડીઓ સાથે મુલાકાત પછી કૉમેન્ટ્રી પણ કરી

ICCએ આ મીટિંગ દરમિયાન PCBને સ્પષ્ટ કહ્યું કે તે કાં તો તમે 'હાઈબ્રિડ મોડલ' અપનાવો અથવા તો આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવા માટે તૈયાર રહો. આ મીટિંગનો હેતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડ્યૂલ નક્કી કરવાનો હતો, પરંતુ ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હોવા છતાં પીસીબીએ ફરી એક વખત 'હાઈબ્રિડ મોડલ'ને ફગાવી દીધું છે, જેના પછી સર્વસંમતિ ન બની શકી.

ICCના અલ્ટીમેટમથી PCBને મોટો ઝટકો

એવું સમજવામાં આવે છે કે, ICC બોર્ડના મોટાભાગના સભ્યો પાકિસ્તાનની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા, પરંતુ તેમ છતાં પીસીબી ચીફ મોહસિન નકવીને 'હાઈબ્રિડ મોડલ'ને એકમાત્ર ઉકેલ તરીકે સ્વીકારવાની સલાહ આપી હતી. ICCના અલ્ટીમેટમથી PCBને મોટો ઝટકો લાગ્યો છે. પીસીબીએ હવે પોતાની સરકાર સાથે આંતરિક રીતે ચર્ચા કરવા માટે એક દિવસનો સમય માગ્યો છે. જો પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ' સ્વીકારશે તો ભારત સામેની મેચો, એક સેમીફાઈનલ અને ફાઈનલ યુએઈમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે.

PCBને થશે કરોડોનું નુકસાન

હવે 'હાઈબ્રિડ મોડલ'ને એકમાત્ર ઉપાય તરીકે જોવામાં આવી રહ્યું છે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને 60 લાખ ડોલર (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી થી હાથ ધોવા પડશે. તેનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે જે લગભગ 350 લાખ ડોલર (આશરે રૂ. 296 કરોડ) છે. જો 'હાઈબ્રિડ મોડલ' અપનાવવામાં નહીં આવે, તો ICCને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે સત્તાવાર બ્રોડકાસ્ટ સ્ટાર પણ ICC સાથે પોતાના અબજો ડોલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.

આ વચ્ચે દિલ્હીમાં વિદેશ મંત્રાલયે BCCIના વલણનું પુનરાવર્તન કર્યું કે, ભારતીય ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનના પ્રવાસે ન જઈ શકે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના ભાગ લેવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "BCCIએ નિવેદન જારી કર્યું છે. ત્યાં સુરક્ષા સાથે સબંધિત ચિંતા છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી સંભાવના નથી."


Google NewsGoogle News