Get The App

ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય બોલર બન્યા વરૂણ, ન્યૂઝીલેન્ડને લાવ્યું ઘૂંટણિયે

Updated: Mar 2nd, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય બોલર બન્યા વરૂણ, ન્યૂઝીલેન્ડને લાવ્યું ઘૂંટણિયે 1 - image


Varun Chakaravarthy best performance ICC Champions Trophy : દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે.  જેમાં ભારતના સ્પિનર બોલર વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતની ટીમે ત્રણેય મેચ જીતીને ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત માટે વરૂણે શાનદાર પ્રદર્શન કર્યું અને 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પોતાની ડેબ્યૂમાં વરૂણની પ્રથમ મેચ હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. 

વરૂણે શમીને પાછળ છોડ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે, ત્યારે ભારતીય બોલર વરૂણે ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જેમાં વરૂણે ફાસ્ટ બોલર મોહમદ શમીને પણ પાછળ છોડી દીધો છે. એ વખતે 2005માં શમીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 53 રન આપીને 5 વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુહના નામ છે. જેમણે 2017માં ન્યૂઝીલેન્ડ સામે 52 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં કોઈ ભારતીય બોલરનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય ટીમના બોલરનો રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામ છે. જાડેજાએ 2013માં વેસ્ટઈન્ડિઝ સામે 36 રનમાં 5 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: ICC Champions Trophy: ભારતીય બોલરો સામે કિવી ટીમ હારી, હવે 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનમાં

સેમિફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો થશે 

આગામી 4 માર્ચના રોજ દુબઈ ખાતે સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ Bમાં બીજા સ્થાને રહી છે. જ્યારે બીજા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ 5 માર્ચે લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 સેમિફાઈનલનું શેડ્યૂલ

ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.

4 માર્ચ: ભારત Vs ઓસ્ટ્રેલિય, પહેલી સેમિફાઈનલ (દુબઈ - 2.30 વાગ્યે બપોરે)

5 માર્ચ: સાઉથ આફ્રિકા Vs ન્યૂઝીલેન્ડ, બીજી સેમિફાઈનલ (લાહોર - 2.30 વાગ્યે બપોરે)

આ પણ વાંચો: IND vs NZ: ભારતીય ટીમનો 44 રને ભવ્ય વિજય, 205 રન પર ન્યૂઝીલેન્ડ ઑલઆઉટ

પોઈન્ટ ટેબલ

ગ્રૂપ-એ: ભારતે ત્રણ મેચમાંથી ત્રણેય મેચ જીતી 6 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બીજા ક્રમે ન્યુઝીલેન્ડ, ત્રીજા ક્રમે બાંગ્લાદેશ અને ચોથા ક્રમે પાકિસ્તાન છે.

ગ્રૂપ-બી: સાઉથ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે અફઘાનિસ્તાન અને ચોથા ક્રમે ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.

Tags :