Get The App

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીમાં જ પાકિસ્તાનની ફજેતી, સ્ટેડિયમમાં ઘૂસ્યા ફેન્સ

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
Champions Trophy 2025, Opening Ceremony


Champions Trophy 2025, Opening Ceremony: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. મેદાનની તાજેતરની તસવીરો જોતા સ્પષ્ટ થાય છે કે મેદાનમાં હજુ ઘણું કામ બાકી છે. આ હોવા છતાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક કે બે નહીં પરંતુ ત્રણ ઓપનિંગ સેરેમની યોજવાનું નક્કી કર્યું હતું. પ્રથમ અને બીજી ઓપનિંગ સેરેમની અનુક્રમે 7 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ કરવામાં આવી છે, ત્રીજી અને છેલ્લી ઓપનિંગ સેરેમની 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

સ્ટેડિયમમાં ઘૂસ્યા ફેન્સ, વીડિયો વાયરલ

આ દરમિયાન કરાચીમાં આયોજિત બીજી ઓપનિંગ સેરેમનીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકો મેદાનમાં પ્રવેશવા માટે દિવાલો અને ગ્રીલ પર ચઢતા જોવા મળ્યા હતા. વાતાવરણ એટલું ખરાબ હતું કે વાયરલ વીડિયોમાં મેનેજમેન્ટ ક્યાંય દેખાતું નહોતું.  જયારે ત્રીજી ઓપનિંગ સેરેમની 16 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં યોજાશે.

સોશિયલ મીડિયા પર લોકો ઉડાવી રહ્યા છે મજાક 

14 સેકન્ડની આ ક્લિપમાં ફેન્સ કૂદકો મારીને પાછલા દરવાજેથી સ્ટેડિયમમાં પ્રવેશી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે પાકિસ્તાનમાં લોકો માટે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે દરવાજા અને અન્ય એન્ટ્રી બનાવવામાં આવી નથી, જેના કારણે તેઓ આ રીતે જઈ રહ્યા છે.

ભીડ કેમ એકઠી થઈ?

કરાચી મેદાન બાદ VIP એન્ટ્રી ગેટ પાસે મેનેજમેન્ટની નિષ્ફળતાને કારણે વાતાવરણ બગડી ગયું હતું. ત્યાં હાજર ભીડને સંભાળવામાં સુરક્ષા સંપૂર્ણપણે અસમર્થ લાગી રહી હતી. દરવાજાને તાળું મારવામાં આવ્યું હતું, ત્યારબાદ કોઈ સૂચના જારી કરવામાં આવી ન હતી. જેના કારણે ફેન્સ ગુસ્સે થઈ ગયા અને દિવાલો કૂદીને મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી: K L રાહુલ અને પંત સાથે રમશે તો ટીમમાંથી આ સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાશે!

સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોએ કહ્યું કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી, કદાચ આ જ કારણ છે કે ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવવા માંગતી નથી. એક વ્યક્તિએ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવતા કહ્યું કે પાકિસ્તાનમાં સારી સુરક્ષાની માત્ર કલ્પના જ કરી શકાય છે. ઘણા લોકોએ તો એવી પણ માંગ કરી હતી કે આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી દુબઈ શિફ્ટ કરવામાં આવે.

VIDEO: ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીમાં જ પાકિસ્તાનની ફજેતી, સ્ટેડિયમમાં ઘૂસ્યા ફેન્સ 2 - image


Google NewsGoogle News