ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ICCની મોટી જાહેરાત, હાઇબ્રીડ મોડલ પર મહોર, આ રીતે રમાશે મેચ
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે ICCએ જાણકારી આપતા કહ્યું હતું કે, આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે. ભારતીય ટીમ તેની તમામ મેચ તટસ્થ સ્થળ પર રમશે. જો કે, ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટૂર્નામેન્ટ (BCCI)એ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર પછી BCCIની વાત માનીને ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે. આ સાથે ICCએ પણ પાકિસ્તાનને એક સારા સમાચાર આપ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તટસ્થ સ્થળો પર રમાશે
ICCએ પોતાની વેબસાઈટ પર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024 થી 2027 સુધીના ચક્રમાં બધી મેચ હાઇબ્રિડ મોડલમાં મેચ યોજાશે. આ બંને ટીમો તેમની મેચ તટસ્થ સ્થળો પર રમશે. આ નિયમ હવે આગામી ICC ટુર્નામેન્ટથી લાગુ થશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે.
હવે પાકિસ્તાની ટીમ ભારત રમવા માટે આવશે નહીં
ICCએ કહ્યું, છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે અન્ય ટૂર્નામેન્ટ પણ છે જે હાઇબ્રિડ મોડલમાં યોજાશે. મહિલા વર્લ્ડ કપ 2025 પણ આ મોડલ પર જ યોજાશે. તેનું આયોજન ભારતમાં થવાનું છે. તેથી હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત રમવા માટે આવશે નહીં. પુરુષ T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકામાં આયોજિત થવાનો છે. આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલમાં યોજાશે.
આ પણ વાંચો : ભારત છોડીને અનુષ્કા સાથે લંડનમાં રહેશે વિરાટ કોહલી? કોચ શર્માએ કર્યો મોટો દાવો
પાકિસ્તાન માટે ICCએ આપ્યા સારા સમાચાર
ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક સારા સમાચાર આપ્યા છે. જેમાં ICCએ નક્કી કર્યું છે કે મહિલા T20 વર્લ્ડકપ 2028નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલ સાથે જ યોજાશે. અને અહીં પણ ભારતીય ટીમ તેની મેચ પાકિસ્તાનમાં રમશે નહીં. અને આ ટુર્નામેન્ટના પાકિસ્તાનને હોસ્ટિંગ રાઇટ્સ પણ આપવામાં આવ્યા છે. ICCએ પાકિસ્તાનની સાથે ઓસ્ટ્રેલિયાને પણ CC વરિષ્ઠ મહિલા ટુર્નામેન્ટના હોસ્ટિંગ રાઇટ્સ આપ્યા છે. હવે 2029 થી 2031 સુધી મહિલા ક્રિકેટ માટે ICC ટુર્નામેન્ટ માત્ર ઓસ્ટ્રેલિયામાં જ યોજાશે