Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ICCમાં માથાકૂટ! CEO જ્યોફ અલાર્ડિસે અચાનક કેમ રાજીનામું ધર્યું?

Updated: Jan 29th, 2025


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ICCમાં માથાકૂટ! CEO જ્યોફ અલાર્ડિસે અચાનક કેમ રાજીનામું ધર્યું? 1 - image


Geoff Allardice Steps Down as ICC CEO: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માં માથાકૂટ થઈ હોવાના અહેવાલ છે. ICCએ પુષ્ટી કરી છે કે જ્યોફ અલાર્ડિસે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે ચેમ્પિયન્સ ટ્રોફીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમના રાજીનામાએ અનેક ચર્ચાઓને વેગ આપ્યો છે. 



કોણ છે જ્યોફ અલાર્ડિસ? 

જ્યોફ અલાર્ડિસ 2012માં ICCમાં જનરલ મેનેજર તરીકે જોડાયા હતા. તેમને નવેમ્બર 2021માં ICC CEO બનાવાયા હતા. તેના પહેલા જ્યોફ આઠ મહિના સુધી કાર્યવાહક CEO તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. જોકે રાજીનામું આપતાં જ તેમણે એક નિવેદન જાહેર કર્યું જેમાં કહ્યું કે ICCમાં અમે જે પરિણામો મેળવ્યા તે અવિશ્વસનીય છે અને મને તેના પર ગર્વ છે. મારું માનવું છે કે મારા માટે પદ છોડવું અને નવા પડકારોનો સામનો કરવાનો આ યોગ્ય સમય છે. 

કેમ અચાનક રાજીનામું ધર્યું? 

જ્યોફ અલાર્ડિસનું આઈસીસીના સીઈઓ પદથી અચાનક રાજીનામું આપવાનું કોઈ ચોક્કસ કારણ તો હજુ સામે આવ્યું નથી પણ એવું મનાય છે કે ગત વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાયેલા T20I વર્લ્ડકપમાં ભ્રષ્ટાચાર અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે બોર્ડના સભ્યો સમક્ષ સ્પષ્ટ ચિત્ર રજૂ ન કરી શકવાને કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાન હજુ સુધી સ્ટેડિયમ નિર્માણકાર્ય પૂર્ણ કરી શક્યું નથી. આઈસીસીએ અલાર્ડિસને ચેમ્પિયન્સ ટ્રોફી અંગે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું જે તે રજૂ કરી શક્યતા નહોતા. જય શાહ આઈસીસીના ચેરમેન બનતાં જ અલાર્ડિસ ઉપર દબાણ વધી ગયું હતું. 

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ICCમાં માથાકૂટ! CEO જ્યોફ અલાર્ડિસે અચાનક કેમ રાજીનામું ધર્યું? 2 - image



Tags :
ICC-CEOceo-geoff-allardice-resignschampions-trophy

Google News
Google News