ICCએ ઓલરાઉન્ડર ક્રિકેટર નાસિર હુસૈન 2 વર્ષ માટે સસ્પેન્ડ, એન્ટી કરપ્શન કોડનું કર્યું હતું ઉલ્લંઘન
નાસિર હુસૈને 3 આરોપો સ્વિકારતા ICCએ કરી કાર્યવાહી
અજાણ્યા વ્યક્તિ પાસેથી ગિફ્ટ લેવી હુસૈનને ભારે પડી
Bangladeshi Cricketer Nasir Hossain Suspend : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ક્રિકેટર નાસિર હુસૈનને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. એટલું જ નહીં તેને 6 મહિના માટે પણ સસ્પેન્ડ કરાયો છે. ICCએ એન્ટી કરપ્સન કોડના ઉલ્લંઘન બદલ 32 વર્ષિક નાસિર હુસૈન સામે કાર્યવાહી કરી છે. હુસૈન પર આરોપો લગાવ્યા બાદ તેણે ત્રણ આરોપોનો સ્વિકાર કર્યો છે. તેના પર 7 એપ્રિલ-2025 સુધી પ્રતિબંધ રહેશે.
પ્રતિબંધ કેમ લગાવાયો?
બાંગ્લાદેશી ઓલરાઉન્ડર નાસિરને અજાણ્યા વ્યક્તિ દ્વારા ગિફ્ટ અપાઈ હતી અને તેના બદલે ખાસ માંગ કરાઈ હતી. જોકે હુસૈને નિયમ મુજબ બોર્ડ કે એન્ટી કરપ્શન ઓફિસરને ને આ બાબતની જાણ ન કરતા તેની સામે કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં તેણે તપાસમાં પણ અધિકારીઓને સહયોગ આપ્યો ન હતો.
હુસૈને આ 3 આરોપો સ્વિકાર્યા
- નાસિરને લગભગ 750 અમેરિકી ડૉલરથી વધુની કિંમતનો આઈફોન ગિફ્ટ મળ્યો હતો, પરંતુ તેણે તેની જાણ તુરંત એન્ટી કરપ્શન ઓફિસરને કરી ન હતી અને બાદમાં પણ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યો, જે કોડની કલમ 2.4.3નું ઉલ્લંઘન છે.
- નાસિરે અજાણ્યા વ્યક્તિ દ્વારા સંપર્ક કરાયો હોવાની માહિતી એન્ટી કરપ્શન ઓફિસરને આપી ન હતી. ભ્રષ્ટાચાર સંબંધિત પ્રવૃત્તિ માટે અજાણ્યા આમંત્રણનો સ્વિકાર કરવાનો અને ઓફિસરને તેની માહિતી ન આપવા મામલે પણ હુસૈન દોષિત સાબિત થયો છે.
- નિયુક્ત ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી દ્વારા સંભવિત ભ્રષ્ટ વર્તણૂક અંગે તપાસ કરાઈ, ત્યારે નાસિર કોઈપણ કારણ રજુ કરી શક્યો નથી અને ઈન્કાર કરી દીધો, જે કોડની કલમ 2.4.6 અને કલમ 4.3નું ઉલ્લંઘન છે.
નાસિર હુસૈનનું ક્રિકેટ કેરિયર
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ક્રિકેટર નાસિર હુસૈને 2011થી 2018 દરમિયાન 115 મેચો રમી છે, જેમાં તેણે કુલ 2695 રન બનાવ્યા છે.