T-20 વર્લ્ડ કપ પહેલા આ ભારતીય ખેલાડીનો દબદબો, ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત

Updated: May 30th, 2024


Google NewsGoogle News
T-20 વર્લ્ડ કપ પહેલા આ ભારતીય ખેલાડીનો દબદબો, ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત 1 - image


ICC Awards: T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે બે દિવસ બાકી છે. ત્યારે આ મેગા ઈવેન્ટ પહેલા ICCએ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવ્યો છે. અને તે આમ કરનાર એકમાત્ર ખેલાડી બન્યો છે.

સૂર્યા ઉપરાંત ઘણા ક્રિકેટરોને એવોર્ડ મળ્યા

આઈસીસીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવા તમામ ક્રિકેટરોની તસવીરો શેર કરી છે જેમને વર્ષ 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મોટા એવોર્ડ મળ્યા છે. આ એવોર્ડ મળ્યા બાદ સૂર્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિક્રિયા પણ આપી છે. સૂર્યા ઉપરાંત અન્ય ઘણા ક્રિકેટરોને પણ ICC તરફથી એવોર્ડ મળ્યા છે.

સૂર્યાએ 2023માં 733 રન બનાવ્યા

સૂર્યકુમાર યાદવની પસંદગી ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023 માટે કરવામાં આવી છે. હવે ICC દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સૂર્ય ICC T20I ટીમ ઓફ ધ યર એવોર્ડ સાથે જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવે વર્ષ 2023માં 17 ઈનિંગમાં 733 રન બનાવ્યા હતા.

સરેરાશ 48 અને સ્ટ્રાઈક રેટ 155 હતી

આ દરમિયાન તેની સરેરાશ 48 અને સ્ટ્રાઈક રેટ 155 હતી. આ પહેલા વર્ષ 2022માં પણ સૂર્યાને આ એવોર્ડ મળ્યો હતો. ICCએ વર્ષ 2021થી આ એવોર્ડ આપવાનું શરૂ કર્યું હતું, જેમાં પહેલો એવોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને આપવામાં આવ્યો હતો.

T-20 વર્લ્ડ કપ પહેલા આ ભારતીય ખેલાડીનો દબદબો, ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત 2 - image


Google NewsGoogle News