Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ટોપ-5 બેટર્સની યાદી જાહેર: વિરાટ કે રોહિત નહીં આ ભારતીયનું નામ સામેલ

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ટોપ-5 બેટર્સની યાદી જાહેર: વિરાટ કે રોહિત નહીં આ ભારતીયનું નામ સામેલ 1 - image

ICC announces top-5 batsmen list for Champions Trophy : પાકિસ્તાનમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી કરશે. આ પહેલા ICCએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોમાંથી એવા પાંચ બેટરોની પસંદગી કરી છે જે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી શકે છે. જેમાં એક ભારતીય બેટરનો સમાવેશ પણ કરવામાં આવ્યો  છે. જો કે, અહીં આશ્ચર્યજનક વાત એ છે કે આ બેટર વિરાટ કોહલી કે રોહિત શર્મા નથી.      

પાકિસ્તાનના સ્ટાર બેટર ઓપનર ફખર જમાન યાદીમાં સૌથી આગળ 

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે પાંચ ખેલાડીઓને પસંદ કર્યા છે તેમાં પાકિસ્તાનના સ્ટાર બેટર અને ઓપનર ફખર જમાનનું નામ સામેલ છે. જમાન પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. અત્યાર સુધીમાં ફખર જમાન પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 85 વનડે રમી ચૂક્યો છે. તેણે 46.50ની સરેરાશથી 3627 રન બનાવ્યા છે. જેમાં 11 સદીનો સમાવેશ થાય છે. ગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને ખિતાબ જીતાડવામાં તેની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેણે ફાઈનલ મેચમાં 114 રનની ઇનિંગ રમી હતી.  

ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને મળ્યું યાદીમાં સ્થાન

ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલનું નામ પણ આ યાદીમાં છે. મિચેલ એશિયન પીચો પર સારું પ્રદર્શન કરી રહ્યો છે. વનડે વર્લ્ડકપમાં પણ તેણે 69ની સરેરાશથી 517 રન બનાવ્યા છે. હાલમાં જ પાકિસ્તાનમાં રમાયેલી ટાઈ સીરિઝમાં તેણે 2 અડધી સદી ફટકારી હતી. 

રોહિત કે કોહલી નહિ પરંતુ શ્રેયસ અય્યરને કરાયો યાદીમાં સામેલ

ભારત તરફથી ટોચના પાંચ બેટરોની યાદીમાં શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અય્યર મિડલ ઓવરમાં ઇનિંગને સંભાળીને ઝડપી રન બનાવવા માટે જાણીતો છે. મિડલ ઓવરમાં આક્રમક રીતે રમનાર અય્યર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય બેટિંગ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી રહેશે. અય્યરે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં ત્રણ મેચોમાં 123.12ની સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા હતા.         

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો: દુબઈથી ઘરે પરત ફર્યા બોલિંગ કોચ, જાણો કારણ

દક્ષિણ આફ્રિકાનો હેનરિક ક્લાસેન અને ઇંગ્લેન્ડનો બેન ડકેટ

આ સિવાય દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને ઇંગ્લેન્ડના બેન ડકેટને પણ ટોચના પાંચ બેટરોની યાદીમાં સ્થાન મળ્યું છે. હાલના સમયમાં ક્લાસેન અને ડકેટ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જે કોઈ પણ વિપક્ષી ટીમ માટે સારા સંકેત નથી. આ બંને બેટરો તોફાની બેટિંગ કરીને મેચને પલટી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ટોપ-5 બેટર્સની યાદી જાહેર: વિરાટ કે રોહિત નહીં આ ભારતીયનું નામ સામેલ 2 - image


 


Google NewsGoogle News