ચાર વર્લ્ડકપ અને એક ચેમ્પિયન ટ્રોફી... ICCની મોટી જાહેરાતથી ક્રિકેટ રસિયાઓ થઈ જશે ખુશ
ICC Announces Future Programme Of Womens Cricket : મહિલા ક્રિકેટને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતા 2025-2029 માટે શેડ્યૂલ બહાર પાડ્યું છે. જેને ફ્યુચર ટુર્સ પ્રોગ્રામ(FTP) નામ આપવામાં આવ્યું છે. આ પહેલ ICC મહિલા ચેમ્પિયનશીપ ચક્રનો એક ભાગ હશે. જે અંતર્ગત આગામી 4 વર્ષમાં મહિલા ક્રિકેટરો વચ્ચે 44 વનડે સીરિઝ રમાશે. પરંતુ આ પહેલની સૌથી રસપ્રદ વાત એ છે કે 2025-2029 દરમિયાન દર વર્ષે મહિલા ક્રિકેટરો માટે ICC ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ 2029 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 11 ટીમો ભાગ લેશે. ઝિમ્બાબ્વેની ટીમ આ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે. જે વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટના વિકાસમાં ફાળો આપશે. આગામી ચાર વર્ષમાં દરેક ટીમ ચાર વનડે સીરિઝ ઘરઆંગણે અને ચાર વિદેશી ધરતી પર રમશે. આ રીતે કુલ 44 સીરિઝ રમાશે, જેમાં દરેક સીરિઝ 3 મેચની હશે. એટલે કે તમામ ટીમો વચ્ચે કુલ 132 મેચો રમાશે.
FTP સુનિશ્ચિત કરશે કે આગામી ચાર વર્ષમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુને વધુ મેચ રમી શકાય. આ પ્રોગ્રામ 2025 ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પછી શરૂ થશે. 2025-2029 દરમિયાન મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 400 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.
આ પણ વાંચો : IPL 2025 : આઈપીએલ મેગા ઓક્શનની તારીખ અને સ્થળ લગભગ ફાઈનલ, જાણો ક્યાં અને ક્યારે યોજાશે
ભારત 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપની યજમાની કરશે. મહિલા T20 વર્લ્ડકપ 2026માં રમાશે. અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન માત્ર પુરૂષ ક્રિકેટમાં જ થતું હતું. પરંતુ વર્ષ 2027માં પહેલીવાર મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની રેસ થશે. વર્ષ 2028માં ફરી T20 વર્લ્ડકપ રમાશે. આ મહિલા ચેમ્પિયનશીપ ચક્ર વર્ષ 2029માં સમાપ્ત થશે.