ICCએ જાહેર કર્યું U-19 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ, જાણો ભારતની પ્રથમ મેચ કોની સામે

ત્રણ અઠવાડિયા સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચ રમાશે

ICC U-19 World Cup 2024માં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ICCએ જાહેર કર્યું U-19 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ, જાણો ભારતની પ્રથમ મેચ કોની સામે 1 - image
Image:ICC

ICC U-19 World Cup 2024 : ICCએ ગઈકાલે U-19 World Cup 2024નું શેડ્યુલ જાહેર કર્યું હતું. આ ટુર્નામેન્ટ 19 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાનાર છે. પહેલા આ ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પરંતુ ICCએ ત્યાંથી આ ટુર્નામેન્ટને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ 19 જાન્યુઆરીના રોજ બ્લૂમફોન્ટેનમાં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.

ભારતની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે 20 જાન્યુઆરીના રોજ રમશે. ભારતની તમામ મેચનું આયોજન બ્લૂમફોન્ટેનમાં કરવામાં આવ્યું છે. પાંચ વખત ચેમ્પિયન રહી ચુકી ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ અને યુએસએ સાથે ગ્રુપ-Aમાં છે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન નથી. જેથી ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે નહીં. ટુર્નામેન્ટમાં આગળ આ બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.

આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો થઇ સામેલ

ICC U-19 World Cup 2024માં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. આ તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, બાંગ્લાદેશ, આયરલલેન્ડ અને યુએસએ છે. ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને સ્કોટલૅન્ડ છે. ગ્રુપ-Cમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા છે. જયારે ગ્રુપ-Dમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળ છે. તમામ 16 ટીમો 13થી 17 જાન્યુઆરી દરમિયાન 2-2 વોર્મઅપ મેચ પણ રમશે.

બાનોનીમાં થશે ફાઈનલ 

ત્રણ અઠવાડિયા સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચ રમાશે. આ તમામ 41 મેચોનું આયોજન સાઉથ આફ્રિકામાં 5 જગ્યાએ યોજાશે. ICCએ જે ચાર ગ્રુપ બનાવ્યા છે તેમાંથી ટોપ-3 ટીમો સુપર સિક્સ માટે ક્વાલિફાઈ કરશે. સુપર સિક્સમાંથી કુલ ચાર ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ બેનોનીમાં રમાશે.

ICCએ જાહેર કર્યું U-19 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ, જાણો ભારતની પ્રથમ મેચ કોની સામે 2 - image


Google NewsGoogle News