Get The App

ICCએ કરી વર્લ્ડકપ પ્લેઇંગ-11ની જાહેરાત, 6 ભારતીય સામેલ, કમિન્સ બહાર, પાક.નો એક પણ નહીં

ICCએ વર્લ્ડ કપ 2023 માટે જાહેર કરેલ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્માને બનાવ્યો છે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ICCએ કરી વર્લ્ડકપ પ્લેઇંગ-11ની જાહેરાત, 6 ભારતીય સામેલ, કમિન્સ બહાર, પાક.નો એક પણ નહીં 1 - image
Image:ICC

ICC World Cup Playing-11 : ICCએ ODI World Cup 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. ICCની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા છે.

પેટ કમિન્સ પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર

ICCએ ODI World Cup 2023 માટે જે પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી છે તેમાં સૌથી વધુ ચોંકાવનાર વાત તો એ છે કે ODI World Cup 2023ની ટ્રોફી જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને ICCએ તેના પ્લેઇંગ ઈલેવનમાં સામેલ નથી કર્યો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ICCએ તેના પ્લેઇંગઈલેવનમાંથી બહાર કરી દીધો છે. આ ઉપરાંત પાકિસ્તાન ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું.

કોએત્ઝીને 12માં ખેલાડી તરીકે કર્યો સામેલ

રોહિત શર્મા ઉપરાંત બાકીના 5 ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સામેલ છે. જયારે 12માં પ્લેયર તરીકે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ICC દ્વારા પસંદ કરવામાં આવેલ ODI World Cup 2023ની પ્લેઇંગ ઈલેવન

રોહિત શર્મા (C), ક્વિન્ટન ડી કોક, વિરાટ કોહલી, ડેરેલ મિચેલ, કે.એલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી

ICCએ કરી વર્લ્ડકપ પ્લેઇંગ-11ની જાહેરાત, 6 ભારતીય સામેલ, કમિન્સ બહાર, પાક.નો એક પણ નહીં 2 - image


Google NewsGoogle News