Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલથી જ થશે, ICCની મહોર: જાણો ક્યાં છે ભારતની મેચ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલથી જ થશે, ICCની મહોર: જાણો ક્યાં છે ભારતની મેચ 1 - image


ICC announces Champions Trophy to be held on hybrid model : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 'હાઇબ્રિડ મોડલ'ના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 યોજવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ(સંયુક્ત આરબ અમીરાત)માં યોજાશે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) વચ્ચે સમજૂતી પણ થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે.

BCCI અને PCB વચ્ચે થઈ સમજૂતી

BCCI અને PCB બંને સૈદ્ધાંતિક રીતે એ બાબત પર સમજૂતી થઈ છે કે, પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2026માં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ મેચ કોલંબોમાં રમશે. હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે PCBને કોઈ વળતર નહીં મળે. પરંતુ તે 2027 પછી કોઈપણ ICC મહિલા ટુર્નામેન્ટનું આયોજન કરશે.

પાકિસ્તાન પડ્યું નરમ

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી ન હતી. આ સ્થિતિમાં 'હાઇબ્રિડ મોડલ'ના આધારે ટુર્નામેન્ટ યોજાય તે એકમાત્ર વિકલ્પ હતો. BCCIએ આ નિર્ણય અંગે ICCને પત્ર લખીને જાણ કરી હતી. જોકે PCBએ ICCની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે 'હાઇબ્રિડ મોડલ' હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરીશું નહીં. પરંતુ તેમનું વલણ હવે નરમ પડ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ટીમને લાગ્યો ઝટકો, PCBએ અપમાન કર્યું તો વધુ એક કોચે રાજીનામું આપ્યું

29 વર્ષ પછી યોજાશે પાકિસ્તાનમાં ICC ઇવેન્ટ

પાકિસ્તાનમાં સન 1996ના વર્લ્ડકપ પછી પહેલી વખત ICC ઈવેન્ટ યોજાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન આ ઈવેન્ટના સહ-યજમાન હતા. ભારત અને પાકિસ્તાને 2012થી કોઈ દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. ભારતે 2008 પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. આ પછી બંને ટીમો માત્ર એશિયા કપ અને ICC ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમી હતી.  

ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલથી જ થશે, ICCની મહોર: જાણો ક્યાં છે ભારતની મેચ 2 - image


Google NewsGoogle News