ICCએ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ટીમ જાહેર કરી, ઓસ્ટ્રેલિયા ટોપ પર, જાણો ભારત કયા નંબરે

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છટ્ઠી વખત વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ICCએ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ટીમ જાહેર કરી, ઓસ્ટ્રેલિયા ટોપ પર, જાણો ભારત કયા નંબરે 1 - image
Image:IANS

ICC Best Fielding Team World Cup 2023 : ICC World Cup 2023નું સમાપન થઇ ચુક્યું છે. ઓસ્ટ્રેલિયાએ છટ્ઠી વખત ટ્રોફી પોતાના નામે કરી બતાવી દીધું છે કે શા માટે તેને વિશ્વની સૌથી ખતરનાક ટીમ માનવામાં આવે છે. ODI World Cup 2023 સમાપ્ત થયા બાદ બેસ્ટ ફિલ્ડીંગથી લઈને બેસ્ટ બોલિંગ અને બેસ્ટ બેટિંગ ટીમનું પણ એલાન કરવામાં આવ્યું છે. હવે ICCએ ODI World Cup 2023માં સૌથી ફરી ફિલ્ડીંગ કરનાર ટીમની પણ જાહેરાત કરી દીધી છે.

ફિલ્ડીંગમાં પણ ઓસ્ટ્રેલિયા ટોપ પર 

ICCએ ODI World Cup 2023 સમાપ્ત થયા બાદ સૌથી સારી ફીડીંગ કરનાર ટીમનું એલાન કર્યું છે. અહિયાં પણ ઓસ્ટ્રેલિયા નબર-1 બની છે. ICCએ ઓસ્ટ્રેલિયાને 383.58 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને રાખ્યું છે. આ ઉપરાંત આ લીસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ 340.59 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે.

ICCની નજરમાં નેધરલેન્ડ્સ ફિલ્ડીંગમાં ભારત કરતા સારું

સૌથી ચોંકાવનાર વાત તો એ છે કે ICCએ નેધરલેન્ડ્સની ટીમને આ લીસ્ટમાં ત્રીજા નંબર પર જયારે ભારતીય ટીમને ચોથા નંબરે રાખ્યા છે. ICC મુજબ ODI World Cup 2023માં નેધરલેન્ડ્સની ટીમે ભારત કરતા વધુ સારી ફિલ્ડીંગ કરી છે. નેધરલેન્ડ્સ આ લીસ્ટમાં 292.02 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને જયારે ભારતીય ટીમ 281.04 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. આ લીસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમ સૌથી નીચે છે. તે 123.12 પોઈન્ટ્સ સાથે દસમાં સ્થાને છે.

ICCએ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગ કરનાર ટીમ જાહેર કરી, ઓસ્ટ્રેલિયા ટોપ પર, જાણો ભારત કયા નંબરે 2 - image


Google NewsGoogle News