World Cup 2023 : ઈબ્રાહીમ ઝાદરાને રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાની બેટ્સમેન બન્યો
અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
Image:IANS |
World Cup 2023 AUS vs AFG : ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 39મી મેચ રમાઈ રહી છે. આ મેચ(Ibrahim Zadran became the first Afghani batsman to score a century in the World Cup)માં ઓસ્ટ્રેલિયા સામે અફઘાની બેટ્સમેન ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી છે. આ સાથે જ ઈબ્રાહીમ ઝાદરાને ઈતિહાસ રચી દીધો છે. તે અફઘાનિસ્તાન માટે ODI World Cupમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી. ઝાદરાને ઓસ્ટ્રેલિયા સામે 131 બોલમાં 7 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે અફઘાનિસ્તાન માટે એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે એક કેલેન્ડર યરમાં 50થી વધુ રન બનાવવાના મામલે રહેમત શાહની બરોબરી પણ કરી લીધી છે.
ઝાદરાને બનાવ્યા 600થી વધુ રન
ઈબ્રાહીમ ઝાદરાન પહેલા અફઘાનિસ્તાન માટે બે બેટ્સમેનોએ એક વર્ષમાં 600થી વધુ રન બનાવ્યા છે. રહમત શાહે આવુ ત્રણ વખત કર્યુ છે. રહેમાનુલ્લા ગુરબાઝે પણ વર્ષ 2023માં જ 600થી વધુ રન બનાવ્યા છે. ઈબ્રાહીમ ઝાદરાનની આ વનડે ક્રિકેટમાં 5મી સદી છે.