‘ધોની IPL 2025 રમે તો પણ નવાઈ ન લાગવી જોઈએ...’ પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કારણ

ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીના નેતૃત્વ હેઠળ 5 વખત IPL ચેમ્પિયન બન્યું

IPL 2023ની ફાઈનલમાં ચેન્નઈની ટીમે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
‘ધોની IPL 2025 રમે તો પણ નવાઈ ન લાગવી જોઈએ...’ પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કારણ 1 - image
Image:File Photo

Anil Kumble On MS Dhoni : IPLની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચના રોજ થવાની છે. આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પહેલા CSKના કેપ્ટન એમએસ ધોનીને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની આ છેલ્લી IPL સિઝન છે. IPL 2024 પછી તે આ ટુર્નામેન્ટ રમશે નહીં. પરંતુ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનું આ અંગે કંઈ બીજું જ માનવું છે. કુંબલેએ કહ્યું કે, “જો ધોની IPL 2025માં રમતો જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે તે ત્યાં રહેવા માંગે છે.” 

'ધોની IPLના એક મહિના પહેલા ચેન્નઈ આવે છે'

એક શો દરમિયાન સુરેશ રૈનાએ ધોનીને લઈને કહ્યું, “એમએસની સૌથી સારી વાત એ છે કે તે IPLના એક મહિના કે ત્રણ અઠવાડિયા પહેલા ચેન્નઈ આવે છે. તે ભેજવાળી સ્થિતિમાં લગભગ 2થી 3 કલાક બેટિંગ કરે છે અને જિમ ટ્રેનિંગ કરે છે. CSKની ટીમમાં ઘણું બોન્ડિંગ છે અને મને લાગે છે કે તે કંઈક જાદુઈ છે." આ વાતને આગળ લઇ જતા અનિલ કુંબલેએ ધોનીની તુલના મહાન બેટર સચિન તેંડુલકર સાથે કરી હતી.

‘ધોની ઓપ્શનલ પ્રેક્ટિસ સેશનમાં પણ હાજર રહેતો’

અનિલ કુંબલેએ કહ્યું, “હું ક્યારેય IPLમાં એમએસ સાથે રમ્યો નથી. જ્યારે હું તેની સાથે ભારતીય ટીમમાં રમ્યો હતો, ત્યારે તેણે મને ઉઠાવ્યો હતો. મને લાગે છે કે તે હેવીવેઈટ્સ ઉપાડવામાં સૌથી મજબૂત હતો. તે મારા માટે અદ્ભુત ક્ષણ હતી. મને યાદ છે, જ્યારે હું કોચ હતો અને તે કેપ્ટન હતો, ત્યારે અમે ODI માટે ઓપ્શનલ પ્રેક્ટિસ સેશન માટે રાંચીમાં હતા, તેને આવવાની જરૂર ન હતી, કારણ કે રાંચી તેનું વતન છે, પરંતુ તે સેશન માટે ત્યાં હતો.

કુંબલેએ ધોનીની સરખામણી સચિન સાથે કરી

કુંબલેએ આગળ જણાવ્યું કે, “મેં ધોનીને પૂછ્યું કે તું અહીં શું કરે છે? આગામી મેચમાં હજુ થોડા દિવસો બાકી છે. તેણે કહ્યું, 'ના, હું માત્ર ટીમની આસપાસ રહેવા માંગુ છું.' તે સચિન જેવો જ છે. જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો, ત્યારે સચિન લગભગ 25 કે 26 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો, પરંતુ ઓપ્શનલ સેશન માટે પણ તે બસમાં સવાર થનાર પ્રથમ વ્યક્તિ હતો. મને નથી લાગતું કે આ બે લોકો બ્રેક લઇ શકે છે. જો એમએસ CSK માટે રમવાનું ચાલુ રાખે તો મને આશ્ચર્ય થશે નહીં, કારણ કે આ તેનું ઓપ્શનલ સેશન છે. તે ખૂબ જ લાગણીશીલ છે, તે ત્યાં રહેવા માંગે છે.”

‘ધોની IPL 2025 રમે તો પણ નવાઈ ન લાગવી જોઈએ...’ પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કારણ 2 - image


Google NewsGoogle News