Get The App

હું કોહલીના બેટથી ક્યારેય નહીં રમું: વિરાટે આપેલી ભેટ મુદ્દે આકાશદીપે કેમ કહ્યું આવું?

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
હું કોહલીના બેટથી ક્યારેય નહીં રમું: વિરાટે આપેલી ભેટ મુદ્દે આકાશદીપે કેમ કહ્યું આવું? 1 - image


Image: Facebook

Akash Deep: ગત દિવસોમાં આકાશ દીપે દુલીપ ટ્રોફીની શરૂઆતના રાઉન્ડમાં જ એવી છાપ છોડી છે કે તે બાકી દાવેદારોને પછાડીને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝનો ભાગ બની ગયો. આ 5 થી 8 સપ્ટેમ્બર સુધી બેંગ્લુરુમાં ભારત એ માટે બી ટીમ વિરુદ્ધ રમાયેલી મેચનું પ્રદર્શન જ હતું. જેનાથી આકાશ દીપ પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી ગયો. આ મેચમાં આકાશ દીપે બીજી ઈનિંગમાં પાંચ સહિત મેચમાં 9 વિકેટ લીધી. ચેન્નઈ ટેસ્ટ રમવાની તક મળી, તો પહેલી ઈનિંગમાં બે વિકેટ પણ લીધી. તેવી રીતે આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તો રવિચંદ્રન અશ્વિન બન્યો પરંતુ આકાશ દીપને એક ખૂબ જ ખાસ ભેટ પણ મળી. જેને તે પોતાના જીવનમાં ક્યારેય ભૂલશે નહીં. કોહલી તરફથી તેને બેટ આપવામાં આવ્યુ.

કોહલી પાસેથી મળેલા બેટ પાછળની સ્ટોરી વિશે જણાવતાં આકાશ દીપ ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, 'વિરાટ કોહલીએ જ મને બેટ ગિફ્ટ કર્યું. આ મારા માટે મોટી ભેટ હતી અને હું આ બેટથી ક્યારેય રમીશ નહીં કેમ કે હું આ બેટને પોતાના રૂમમાં યાદગીરી તરીકે મૂકીશ.' 'વિરાટ ભૈયાએ પોતે જ મને આ બેટ આપ્યું હતું. તેમણે મારી બેટિંગમાં કંઈક જોયુ હશે. મે બેટ માગ્યુ નહોતુ. તેઓ પોતે આવ્યા અને કહ્યું, 'તને બેટ જોઈએ?'

આકાશ દીપે કહ્યું, 'હવે વિરાટ ભૈયા પાસેથી કોણ બેટ ન ઈચ્છે? તે લીજેન્ડ છે. તેમના શબ્દ સાંભળીને હું ખૂબ જ ખુશ હતો અને હું તેમનું બેટ ઈચ્છતો હતો. તેમણે મને પૂછ્યુ કે બેટિંગ દરમિયાન હું કયા બેટનો ઉપયોગ કરુ છું. તેની પર હું માત્ર હસતો રહ્યો. મારી પાસે શબ્દ નહોતા. તે બાદ વિરાટ ભૈયાએ કહ્યું કે આ બેટ રાખી લે. હું આ બેટથી ક્યારેય રમીશ નહીં. વિરાટ ભૈયા તરફથી મારા માટે મોટી ગિફ્ટ છે. હું આ બેટને હંમેશા પોતાના રૂમમાં એક યાદગીરી તરીકે રાખીશ. મે બેટ પર તેમનો ઓટોગ્રાફ પણ લીધો છે.'

આ પહેલા પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ આકાશના ખૂબ વખાણ કરતાં કહ્યું હતું કે જ્યારે આ ખેલાડી વિદેશી ધરતી પર પ્રદર્શન કરશે તો તેની ગણતરી મહાન બોલર્સમાં થશે. જ્યારે આકાશ અંડર-23થી સીનિયર ટીમમાં આવ્યો હતો, તો એ સ્પષ્ટ હતું કે તેની અંદર પ્રતિભા હતી. અહીં સુધી પહોંચવા માટે તેણે ખૂબ જ આકરો પરિશ્રમ અને ત્યાગ કર્યો છે. આકાશે પોતાના કરિયરની શરૂઆત આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ કરી હતી. રાંચીમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં આકાશ દીપે પહેલી ઈનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં તેને બોલિંગની તક મળી નહતી.


Google NewsGoogle News