Get The App

મારે ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનવું છે...', ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટરે જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી

Updated: Jan 16th, 2025


Google News
Google News
મારે ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનવું છે...', ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટરે જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી 1 - image

Kevin Pietersen : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2024માં T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો અને તેની સાથે જ ટીમનો મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. ત્યાર બાદ ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. અભિષેક નાયર ગૌતમ ગંભીર સાથે ટીમનો સહાયક કોચ જ્યારે દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ બોલિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાયા હતા

ભારતીય ટીમનો કોચ બનવા તૈયાર કેવિન પીટરસન!

ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. તેને જોતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ફરીથી ભારતીય ટીમ માટે બેટિંગ કોચ તરીકે સિતાંશુ કોટકની પસંદગી કરી છે.આ દરમિયાન ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને તેમની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેવિન પીટરસને લખ્યું હતું કે, 'Available! (ઉપલબ્ધ).' તાજેતરના ભૂતકાળમાં બોલિંગમાં ભારતીય ટીમનું પ્રદર્શન સંપૂર્ણપણે જસપ્રીત બુમરાહ પર નિર્ભર રહ્યું હતું. જ્યારે બેટિંગમાં યશસ્વી જયસ્વાલ સિવાય બીજો કોઈ બેટર કંઈ ખાસ કરી શક્યો નથી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રનો આ દિગ્ગજ ખેલાડી રોહિત-વિરાટને શિખવાડશે બેટિંગ, ઈંગ્લેન્ડ સામેની સીરિઝથી સંભાળશે જવાબદારી

કેવિન પીટરસનની ક્રિકેટ કારકિર્દી

રોહિત શર્મા અને વિરાટ કોહલીની સતત નિષ્ફળતા બાદ એવી ચર્ચા છે કે ભારતીય ટીમને હાલમાં એક સારા બેટિંગ કોચની જરૂર હતી. જે હવે સિતાંશુ કોટકની નિમણૂક થયા બાદ પૂરી થઇ ગઈ છે. કેવિન પીટરસનની વાત કરીએ તો તે હાલ 44 વર્ષનો છે. તેણે ઇંગ્લેન્ડ માટે કુલ 104 ટેસ્ટ, 136 વનડે અને 37 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પીટરસનના ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 8181, 4440, 1176 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 10, 7 અને એક વિકેટ પણ લીધી હતી.મારે ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનવું છે...', ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટરે જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી 2 - image


Tags :
Kevin-PietersenTeam-IndiaCoach

Google News
Google News