Get The App

'મેં ધોની અને વિરાટને અનુસરવાનો પ્રયાસ કર્યો...', સદી ફટકારી રાજસ્થાનને જીતાડનારા બેટરનો ખુલાસો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
'મેં ધોની અને વિરાટને અનુસરવાનો પ્રયાસ કર્યો...', સદી ફટકારી રાજસ્થાનને જીતાડનારા બેટરનો ખુલાસો 1 - image


Image: Facebook

IPL 2024: જોસ બટલરે મંગળવારે સુનીલ નરેનની સદી પર પાણી ફેરવતાં રાજસ્થાન રોયલ્સને રેકોર્ડ જીત અપાવી. કોલકાતા નાઈટરાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સે IPL ઈતિહાસના સંયુક્ત રીતે સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો. 

224 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ એક સમયે 121/6નો સ્કોર બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જોકે, બટલરે હિંમત હારી નહીં અને અંત સુધી બેટિંગ કરીને કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર પોતાની ટીમને યાદગાર જીત અપાવી.

રાજસ્થાન રોયલ્સે પોતાના જ ચાર વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી. 2020માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે શારજાહમાં રાજસ્થાન રોયલ્સે 224 રનના લક્ષ્યનો સફળ પીછો કર્યો હતો. બટલરે વર્તમાન સીઝનમાં પોતાની બીજી સદી ફટકારી. બટલર મેદાન પર ક્રેંપ્સના કારણે સંઘર્ષ કરી રહ્યો હતો.

જોકે, તે ક્રીજ પર રહેવા અને IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચ્યા. બટલરને તેમની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. બટલરે એવોર્ડન લીધા બાદ કહ્યું કે પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી હતો અને આ મેચની મુખ્ય વાત રહી.

જોસ બટલરે શું કહ્યું

વિશ્વાસ કરો આ આજની અસલી ચાવી હતી. હું લય માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ક્યારેક તમે નિરાશ થઈને પોતાને પ્રશ્ન કરવા લાગો છો. મે પોતાને કહ્યું કે ઠીક છે. રમતો રહ્યો અને જરૂર લય પ્રાપ્ત કરશો. બસ શાંત રહેવાનો પ્રયત્ન કરવો. IPL દરમિયાન તમે ઘણી આકર્ષક વસ્તુઓ જુઓ છો.

ધોની અને કોહલી જે રીતે તે અંત સુધી રમે છે અને મે પણ આવુ કરવાનો પ્રયત્ન કર્યો. આ વાત સંગકારા મને ખૂબ કહી ચૂક્યા છે. હંમેશા એક સમય એવો હોય છે જ્યારે બાબતો બદલાઈ જાય છે. સૌથી ખરાબ બાબત એ છે કે તમે લડ્યા નહીં અને પોતાની વિકેટ ભેટમાં આપી દીધી. સંગકારાએ કહ્યું કે બસ વિકેટ પર ઊભા રહેવુ અને ગમે તે સમયે લય બદલાઈ જશે. છેલ્લા અમુક વર્ષોથી આ મારી રમતનો મોટો ભાગ છે.

પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સની વચ્ચે મેચ બાદ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં કોઈ પરિવર્તન થયું નહીં. રાજસ્થાન રોયલ્સની ટીમ 12 અંક સાથે ઉચ્ચ સ્થાને છે. કોલકાતા નાઈટરાઈડર્સની ટીમ 8 અંકની સાથે બીજા સ્થાને છે. ચેન્નઈ અને હૈદરાબાદ ક્રમશ: ત્રીજા અને ચોથા સ્થાને છે.


Google NewsGoogle News