Get The App

રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવી હું એકાગ્રતા જ ગુમાવી દઉં છું...' ગિલની ચોંકાવનારી કબૂલાત

Updated: Jan 26th, 2025


Google News
Google News
રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવી હું એકાગ્રતા જ ગુમાવી દઉં છું...' ગિલની ચોંકાવનારી કબૂલાત 1 - image

Shubman Gill's confession : ભારતીય બેટર શુભમન ગિલે કબૂલ્યું છે કે, ‘હું રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવ્યા બાદ એકાગ્રતા ગુમાવી દઉં છે. તેની પાછળનું કારણ એ છે કે  25-30 રન બનાવ્યા બાદ મને મોટા સ્કોરનું પ્રેશર આવી જાય છે.’

ઘણાં લાંબા સમય પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતરેલો શુભમન ગિલ પહેલી ઇનિંગમાં ઝડપી આઉટ થઇ ગયો હતો. પરંતુ બીજી ઇનિંગમાં તેણે પંજાબ માટે સદી ફટકારી હતી. જો કે, તેની આ ઇનિંગ ટીમને કઈ કામ લાગી ન હતી. કારણ કે, પંજાબને ઇનિંગ અને 207 રનથી કર્ણાટકને હરાવી દીધું હતું.  

હું મારી જાત પર મોટા સ્કોરનું પ્રેશર રાખું છુંઃ ગિલ

મેચ બાદ શુભમન ગિલે કહ્યું હતું કે, 'રેડ બોલથી બેટિંગ કરવી એ મારા માટે ચિંતાનો વિષય છે. ક્યારેક મને લાગે છે કે જયારે હું રેડ બોલથી રમું છું ત્યારે 25-30 રન સારા બનાવી લઉં છું. તે સમતે હું મોટો સ્કોર બનાવવાની ક્ષમતા ધરાવતો હોવા છતાં હું પોતાના પર વધુ પ્રેશર લઇ લઉં છું. હું એક નિશ્ચિત ઝોનમાં રમું છું. હું પોતાના પર પ્રેશર નાખું છું કે, મારે મોટો સ્કોર બનાવવો જ છે. એ ક્ષણોમાં મને લાગે છે કે હું પોતાની એકાગ્રતા ગુમાવી દઉં છું. હું સતત રમ્યાં કરું છું ત્યારે મને લાગે છે કે, એક ખેલાડી તરીકે મારી અંદરનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ બહાર આવે છે. જ્યારે તમે સારું રમી રહ્યા હોવ, જ્યારે તમે તે ઝોનમાં હોવ તેમાં જ શક્ય તેટલા લાંબા સમય સુધી તે ઝોનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. જ્યારે હું  બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હું પણ આ જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.'        

ઓસ્ટ્રેલિયા સામે ગિલનું નિરાશાજનક પ્રદર્શન

તાજેતરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની 6 ટેસ્ટ ઇનિંગમાં ગિલે 18.60ની સરેરાશથી 93 રન બનાવ્યા હતા. તે પાર્થ ટેસ્ટમાં ઈજા થવાને કારણે રમી શક્યો ન હતો અબે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં તેણે ડ્રોપ લીધો હતો. જો કે, હવે સદી ફટકારીને તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવી હું એકાગ્રતા જ ગુમાવી દઉં છું...' ગિલની ચોંકાવનારી કબૂલાત 2 - image


Tags :
Shubman-GillRed-ball-cricketRanji-trophy

Google News
Google News