Get The App

હું ભારતમાં મેચ ફિક્સિંગની જાળમાં ફસાયો અને કરિયર ખતમ થયું', ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News

હું ભારતમાં મેચ ફિક્સિંગની જાળમાં ફસાયો અને કરિયર ખતમ થયું', ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો 1 - image

Lou Vincent caught in Match-fixing trap in India : ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે મેચ ફિક્સિંગને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર લૂ વિન્સેન્ટનું કહેવું છે કે, હું ભારતના પ્રવાસ દરમિયાન મેચ ફિક્સિંગની જાળમાં ફસાઈ ગયો હતો. 2000ના દાયકાના અંતમાં હું ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL) દરમિયાન મેચ ફિક્સિંગની દુનિયામાં ફસાઈ ગયો.  

29 વર્ષની ઉંમરે કારકિર્દી ખતમ 

46 વર્ષીય વિન્સેન્ટે 2000ના દાયકાની સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે આ પછી તે ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. અને તે મેચ ફિક્સિંગની દુનિયામાં જતો રહ્યો હતો. આ કારણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 29 વર્ષની ઉંમરે જ ખતમ થઈ ગઈ. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, 'હું પ્રોફેશનલ ખેલાડી બની શકું તેટલો માનસિક રીતે મજબૂત ન હતો. તેથી 28 વર્ષની ઉંમરે હું ખૂબ જ હતાશ થઈ ગયો હતો. અને પછી હું ભારત ગયો હતો. જ્યાં મને મેચ ફિક્સિંગની દુનિયામાં ધકેલી દેવામાં આવ્યો હતો.' 

ગેંગમાંથી બહાર નીકળવું સરળ નથી

પારિવારિક સ્થિતિ સારી ન હોવાને કારણે વિન્સેન્ટ હંમેશા તેની આસપાસ ભાવનાત્મક લોકો શોધતો હતો અને અંતે તેને ભ્રષ્ટાચારની ગંદી દુનિયામાં તે સહારો મળ્યો. તે હાલમાં ન્યુઝીલેન્ડ પ્લેયર્સ એસોસિએશનની ભ્રષ્ટાચાર વિરોધી શિક્ષણ પહેલમાં સામેલ છે. વિન્સેન્ટના કહેવા પ્રમાણે, 'મેં 12 વર્ષની ઉંમરથી જ પોતાનું ભરણપોષણ કરવાનું ચાલુ કરી દીધું હતું. અને તેથી જ હું હંમેશા મારી આસપાસના લોકો દ્વારા ગેરમાર્ગે દોરાયો હતો. હું પ્રેમ શોધતો હતો અને તેથી જ હું સરળતાથી ભટકાઈ ગયો. જ્યારે તમે એ દુનિયાનો હિસ્સો બની જાવ છો તો તેમાંથી બહાર નીકળવું સરળ નથી. તેનાથી હંમેશા ખતરો રહે છે. કારણ કે તે તમને અને તમારા પરિવારને સારી રીતે જાણે છે.'

આ પણ વાંચો : 2024માં એક પણ વનડે મેચ ન જીત્યું ભારત, 45 વર્ષમાં પહેલીવાર લાગ્યું આવું 'કલંક'!

લૂ વિન્સેન્ટની ક્રિકેટ કારકિર્દી

ન્યૂઝીલેન્ડ માટે 23 ટેસ્ટ અને 108 વનડે મેચ રમનાર વિન્સેન્ટ પર ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા વર્ષ 2014માં મેચ ફિક્સિંગ માટે આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ પ્રતિબંધને ઓછો કરવામાં આવ્યો હતો. અને તેને સ્થાનિક ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી. તેણે ટેસ્ટમાં 3 સદી અને 9 અડધી સદીની મદદથી 1332 રન બનાવ્યા હતા. જ્યારે વનડેમાં તેના નામે 2413 રન છે. જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે. વિન્સેન્ટે 9 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 174 રન બનાવ્યા હતા.

હું ભારતમાં મેચ ફિક્સિંગની જાળમાં ફસાયો અને કરિયર ખતમ થયું', ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News