'મને લાગ્યું કોઈએ મારો જીવ બચાવી લીધો..', ભયંકર અકસ્માત અંગે ઋષભ પંતનું નિવેદન
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર
ક્રિકેટ મેદાન પર વાપસીની તૈયારીમાં કાર્યરત સ્ટાર બેટ્સમેન ઋષભ પંતે ડિસેમ્બર 2022માં થયેલા ભયંકર અકસ્માત વિશે વાત કરી છે. ઋષભ પંતનું કહેવુ છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે તેમને લાગ્યુ દુનિયામાં તેમનો સમય ખતમ થઈ ચૂક્યો છે. જોકે ઋષભ પંતે માન્યુ કે બચ્યા બાદ ખબર પડી ગઈ હતી કે ક્રિકેટ મેદાન પર વાપસી કરવા માટે તેમણે આકરી મહેનત કરવી પડશે. ઋષભ પંતે આકરી મહેનત કરી છે અને હવે તેઓ ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે.
ડોક્ટર્સે પંતને જણાવ્યુ કે મેદાન પર તેમની વાપસીમાં 16થી 18 મહિનાનો સમય લાગી શકે છે. ઋષભ પંતે કહ્યુ, પહેલી વખત જીવનમાં એવુ લાગ્યુ કે દુનિયામાં મારો સમય ખતમ થઈ ગયો છે. અકસ્માત દરમિયાન મને ખબર હતી કે મુશ્કેલી કેટલી મોટી છે. પરંતુ હુ લકી રહ્યો કેમ કે આ દુર્ઘટના વધુ ગંભીર હોઈ શકે છે. મને લાગ્યુ કોઈકે મારો જીવ બચાવી લીધો છે. ડોક્ટર્સને મે પૂછ્યુ કે મને વાપસી કરવામાં કેટલો સમય લાગશે. તેમણે જણાવ્યુ કે વાપસી કરવામાં 16થી 18 મહિનાનો સમય લાગશે. મને ખબર હતી કે રિકવરી ટાઈમ ઘટાડવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
પંતની બેટિંગમાં છે દમ
માર્ચ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન દ્વારા ઋષભ પંત મેદાન પર વાપસીની તૈયારી કરી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સે સ્પષ્ટ કર્યું છે કે ઋષભ પંત જ આઈપીએલની 17મી સીઝનમાં ટીમની કમાન સંભાળતા નજર આવશે. ઋષભ પંત જોકે વિકેટકીપિંગની જવાબદારી લઈ શકશે કે નહીં એ વાતનો જવાબ મળવાનો બાકી છે.
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને ઋષભ પંતની ખોટ વર્તાઈ રહી છે. ઋષભ પંત વિકેટકીપિંગ સિવાય બેટથી પણ કમાલ દેખાડે છે. પંતની ગેરહાજરીમાં કેએસ ભરતને તક આપવામાં આવી રહી છે પરંતુ ભરત બેટિંગથી તે ઈમ્પેક્ટ નાખી શકતા નથી જે પંતની રહી છે.