હું ફેલ થઈ ગયો...', કહી અનુષ્કા સામે રડી રહ્યો હતો વિરાટ કોહલી: વરુણ ધવને શેર કર્યો કિસ્સો
Varun Dhawan on virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમ સાથે છે. પત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે છે. આ દરમિયાન વિરાટ કોહલીને લઈને એક મોટો ખુલાસો થયો છે. એક અહેવાલ અનુસાર, વિરાટ કોહલી રૂમમાં પત્ની અનુષ્કા શર્માની સામે રડી રહ્યો હતો. આ ખુલાસો બોલિવૂડ એક્ટર વરુણ ધવને કર્યો છે. વરુણ ધવનની ગણતરી અનુષ્કાના નજીકના મિત્રોમાં થાય છે. આ સ્થિતિમાં અનુષ્કાએ વિરાટ વિશેની વાતો વરુણ ધવન સાથે શેર કરી હતી.
અનુષ્કાએ મને કોહલીની માનસિક સ્થિતિ અંગે મને વાત કહી હતી
તેણે એક પોડકાસ્ટ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. જો કે આ વાતને ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસ સાથે કોઈ લેવાદેવા નથી. વરુણે જે વાત કહી હતી તે ઈંગ્લેન્ડમાં રમાયેલી નોટિંગહામ ટેસ્ટની છે. જેમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે સમયે વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન હતો. ધવને કહ્યું હતું કે, એ સમયે વિરાટનું ફોર્મ સારું ચાલી રહ્યું ન હતું. અનુષ્કાએ મને તેની માનસિક સ્થિતિની વાત કહી હતી.
રૂમમાં અનુષ્કાની સામે રડતો હતો વિરાટ
વરુણે જણાવ્યું કે, 'અનુષ્કા તે સમયે વિરાટ સાથે હાજર ન હતી. જ્યારે તે પાછી આવી ત્યારે અનુષ્કાને પણ ખબર ન હતી કે વિરાટ ક્યાં છે. અંતે તેને વિરાટ રૂમમાં મળ્યો હતો. ત્યારે વિરાટનું મનોબળ ઘણું નબળું થઇ ગયું હતું. અને અનુષ્કાને કહી રહ્યો હતો કે, હું ફેલ થઇ ગયો છું. પરંતુ તે દિવસે મેદાન પર સૌથી વધુ રન કરનાર કોહલી જ હતો.' વરુણના કહેવા પ્રમાણે, અનુષ્કાએ પોતે આ બધી વાતો તેની સાથે શેર કરી હતી.
આ પણ વાંચો : કેપટાઉન વનડેમાં બબાલ: ક્લાસેન સાથે બાખડ્યો રિઝવાન, બાબર આઝમ-અમ્પાયરે સમજાવ્યા
કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી
અભિનેતા વરુણ ધવને જે વાત શેર કરી તે વિરાટ કોહલીનો ક્રિકેટમાં સૌથી ખરાબ સમય હતો. ત્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. પરંતુ હવે વિરાટ કેપ્ટનના સ્થાન પર નથી. તે હાલ ટીમ સાથે માત્ર એક ખેલાડી તરીકે જોડાયલો છે. અને હાલમાં તે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહ્યો છે. વિરાટ કોહલીએ વર્તમાન પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પહેલી પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી