Get The App

IPL 2024માં હૈદરાબાદ જ બનશે ચેમ્પિયન? આઠ વર્ષ બાદ બની રહ્યા છે આ આઠ સંયોગ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
IPL 2024માં હૈદરાબાદ જ બનશે ચેમ્પિયન? આઠ વર્ષ બાદ બની રહ્યા છે આ આઠ સંયોગ 1 - image


Image: Facebook

IPL 2024: 26 મે એ આઈપીએલની 17મી સીઝનનો ચેમ્પિયન મળી જશે. શુક્રવારે રાત્રે આઈપીએલ 2024ના ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે ધમાકેદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે કેકેઆર અને એસઆરએચ વચ્ચે મેચ રમવામાં આવશે. આ પહેલા આઈપીએલ 2024માં ચેમ્પિયન બનનારી ટીમને લઈને ભવિષ્યવાણીનો સમય શરૂ થઈ ગયો છે. અમુક દિગ્ગજ કેકેઆરને મનપસંદ ગણાવી રહ્યાં છે તો અમુક એસઆરએચના જીતવાની ભવિષ્યવાણી કરી રહ્યાં છે પરંતુ 8 વર્ષ બાદ 8 એવા અદ્ભુત સંયોગ પણ બની રહ્યાં છે જે એક ટીમને ફરીથી ચેમ્પિયન બનાવી રહ્યાં છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે જીતી હતી 2016ની IPL

8 વર્ષ પહેલા એટલે કે 2016ની આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદે જીતી હતી. તે સીઝનમાં કંઈક એવી બાબતો થઈ હતી, જે આઈપીએલ 2024માં પણ ઘટિત થઈ છે. આ એક-બે નહીં, પરંતુ 8 એવી બાબતો છે, જે એક સમાન છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બનશે.

સનરાઈઝર્સ હૈદરાબાદને IPL 2024ની ચેમ્પિયન બનાવી રહ્યાં છે આ 8 સંયોગ

1. 2016માં પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન હતા અને વર્તમાન સીઝનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સ કેપ્ટન છે.

2. IPL 2016ની જેમ જ આ સીઝનમાં એસઆરએચના બંને સ્ટાર બેટ્સમેન લેફ્ટી છે.

3. 2016માં એસઆરએચનો એક ઓપનર ભારતીય અને એક ઓસ્ટ્રેલિયન હતો અને આ વખતે પણ આવું જ છે.

4. 2016માં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફ્સ માટે ક્વોલિફાય કરી શકી નહોતી.

5. IPL 2016માં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ટોપ સ્કોરર હતો અને આ વખતે પણ.

6. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 2016માં ફેર પ્લે એવોર્ડ જીત્યો હતો અને આ વખતે પણ તે આ એવોર્ડની રેસમાં સૌથી આગળ છે.

7. વિરાટ કોહલી 2016ની આઈપીએલમાં પણ ઓરેન્જ કેપ હોલ્ડર હતો અને આઈપીએલ 2024માં અત્યાર સુધી કોહલી જ ઓરેન્જ કેપનો દાવેદાર છે.

8. આઈપીએલ 2016માં પણ એસઆરએચની સાથે કેકેઆર અને આરસીબીએ પ્લેઓફ્સ માટે ક્વોલિફાય કર્યું હતું.


Google NewsGoogle News