Get The App

IPLના ઈતિહાસમાં હૈદરાબાદનો સૌથી વિસ્ફોટક ઇનિંગનો રેકોર્ડ

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
IPLના ઈતિહાસમાં હૈદરાબાદનો સૌથી વિસ્ફોટક ઇનિંગનો રેકોર્ડ 1 - image


- 3 વિકેટે 287 રન અને 22 છગ્ગાનો ઝંઝાવાત

- હેડ (102)નો 248નો અને કલાસેન (67)નો 216નો સ્ટ્રાઈક રેટ : હૈદરાબાદે આખરી પાંચ ઓવરમાં 82 રન ઝૂડયા

બેંગ્લોર : સનરાઈઝર્સ હૈદરાબાદે હજુ થોડા દિવસો પહેલા જ આ આઈપીએલમાં જ મુંબઈ સામે ૩ વિકેટે ૨૭૭ રન ફટકાર્યા હતા જે આઈપીએલના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર બન્યો હતો.

હવે હૈદરાબાદે જ તે રેકોર્ડ તોડતા બેંગ્લોર સામે ૩ વિકેટે ૨૮૭ રન ૨૦ ઓવરોમાં ઝૂડયા હતા. આ ઇનિંગમાં કુલ ૨૨ છગ્ગા ઝૂડાયા હતા જે પણ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.

હેડે ૨૪૮.૭૮ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૧ બોલમાં ૯ ચોગ્ગા, ૮ છગ્ગા સાથે ૧૦૨, કલાસેને ૩૧ બોલમાં ૨૧૬.૧૨ના સ્ટ્રાઈક રેટ સાથે ૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૬૭ અને શમાદે ૩૭૦ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૦ બોલમાં અણનમ ૩૭, ચાર ચોગ્ગા, ૩ છગ્ગા સાથે નોંધાવ્યા હતા.

અભિષેક શર્માએ ૨ અને માર્કરામે પણ બે  છગ્ગા ફટકાર્યા હતા. આખરી પાંચ ઓવરોમાં હૈદરાબાદે ૮૨ રન ઝૂડયા હતા. હૈદરાબાદે બેંગ્લોરને તે પછી આસાનીથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદે આઇપીએલમાં પોતાનો રેકોર્ડ તોડયો છે.

પ્રત્યેક પાંચ ઓવરમાં

ઓવરના અંતે

રન

૫૬/૦

૧૦

૧૨૮/૧

૧૫

૨૦૫/૨

૨૦

૨૮૭/૩


છગ્ગાનો રેકોર્ડ

છગ્ગા

મેચ

સીઝન

૨૨

હૈદ્રાબાદ વિ. બેંગ્લોર

૨૦૨૪

૨૧

બેંગ્લોર વિ. પુણે

૨૦૧૩

૨૦

બેંગ્લોર વિ. ગુજરાત

૨૦૧૬

૨૦

દિલ્હી વિ. ગુજરાત

૨૦૧૭


Google NewsGoogle News