World Cup 2023: રેડિયો, ટીવી અને મોબાઈલ પર કેવી રીતે સાંભળી અને જોઈ શકશો વર્લ્ડ કપની LIVE મેચો? જાણો તમામ ડિટેઈલ્સ

આવતી કાલ તારીખ 5 ઓક્ટોબરથી શરુ થશે ICC World Cup 2023

મોબાઈલ પર મેચ જોવા ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરી જોઈ શકાશે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023: રેડિયો, ટીવી અને મોબાઈલ પર કેવી રીતે સાંભળી અને જોઈ શકશો વર્લ્ડ કપની LIVE મેચો? જાણો તમામ ડિટેઈલ્સ 1 - image
Image Twitter

તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર

ICC World Cup 2023 Live Streaming: ક્રિકેટ પ્રેમી (Cricket fans)ઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ICC વર્લ્ડ કપ (World Cup 2023) રમાવામાં હવે ઘડીઓ ગણાઈ રહી છે એટલે કે આવતી કાલ તારીખ 5 ઓક્ટોબર (5 October) થી શરુ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ (World Cup 2023) ભારત (India) માં યોજાઈ રહ્યો છે. જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. વર્લ્ડ કપની પહેલી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad's Narendra Modi Stadium)માં રમાશે.

છેલ્લી વનડે વર્લ્ડ કપની વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપ-વિજેતા ન્યુઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચ રમાશે. આવામાં જો તમે સ્ટેડિયમ પર વર્લ્ડ કપ જોવા નથી જઈ રહ્યા, તો તમે આરામથી ઘરે બેઠા પણ ટીવી અથવા મોબાઈલમાં પણ જોઈ શકો છો. આવો તમને બતાવીએ કે, વર્લ્ડ કપની દરેક મેચોની લાઈવ સ્ટ્રીમિંગ અથવા ટેલીકાસ્ટ કેવી રીતે અને ક્યાં જોઈ શકશો. 

ટીવી પર કેવી રીતે જોઈ શકશો વર્લ્ડ કપ મેચ

તમે ઘર બેઠા પોતાની ટીવી પર વર્લ્ડ કપની મેચ જોવા માંગતા હોવ તો તમારે તમારી ટીવીમાં સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ લગાવી પડશે. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપનું બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલને આપવામાં આવ્યું છે. એટલે તમે સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચેનલ જેવી કે,સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ મરાઠી સહિત કેટલીક અન્ય ભાષાઓની સ્ટાર સ્પોર્ટ્સ પર તમે વર્લ્ડ કપની મેચ જોઈ શકો છો. 

મોબાઈલ પર આ રીતે ફ્રીમાં જોઈ શકશો વર્લ્ડ કપ મેચ

જો તમે ઘર કે બહાર ગમે ત્યા વર્લ્ડ કપની મેચ જોવા માંગતા હોવ તો તમારે ફોનમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર હોવુ જોઈએ. તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર દરેક વર્લ્ડ કપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. અને તેના માટે તમારે ડિઝ્ની પ્લસની ચેનલને સબ્સક્રિપ્શન ખરીદવાની કોઈ જરુર નથી. તમારે તમારા મોબાઈલમાં માત્ર ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમા સ્પોર્ટ્સ સેક્શનમાં જઈ કોઈ પણ રુપિયા ખર્ચ્યા વગર વર્લ્ડ કપની દરેક મેચ ફ્રીમાં જોઈ શકશો. 

World Cup 2023: રેડિયો, ટીવી અને મોબાઈલ પર કેવી રીતે સાંભળી અને જોઈ શકશો વર્લ્ડ કપની LIVE મેચો? જાણો તમામ ડિટેઈલ્સ 2 - image



Google NewsGoogle News